જે દીકરાને ભણવા કેનેડા મોકલ્યો હતો, તેનો સફેદ કપડામાં વીંટળાયેલો મૃતદેહ જોઈ માતાપિતા ભાંગી પડ્યા
Bhavnagar News : ગુજરાતના DySPના પુત્ર આયુષ પટેલનું કેનેડામાં રહસ્યમય મોત...કેનેડાથી આયુષનો પાર્થિવ દેહ ભાવનગરના સીદસર ખાતે લવાયો..આત્મહત્યા કે હત્યા અંગે કેનેડા પોલીસ કરી રહી છે તપાસ..
Gujarati Youth Death In Canada York University : છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સતત વધી રહેલા મોતના સિલસિલાથી કહી શકાય કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રનો મૃતદેહ જોઈને માતાપિતા ભાંગી પડ્યા હતા. જે દીકરાને ભણવા કેનેડા મોકલ્યો હતો, તેનો સફેદ કપડામાં વીંટળાયેલો મૃતદેહ પરત આવ્યો હતો. આજે ભારે હૃદયે આયુષના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના DySPના પુત્રની કેનેડા માથી લાશ મળી આવી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા પોલીસ અધિકારીના દીકરાનું ટોરોન્ટોમાં ગુમ થવા બાદ મોત નિપજ્યુ છે. DySP રમેશભાઈ ડાંખરાનો પુત્ર સાત દિવસ પહેલાં કેનેડાના ટોરન્ટોથી ગુમ થયો હતો. કેનેડાની ફેમસ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આયુષ ડાંખરા સાત દિવસ પહેલા ગુમ થયો હતો અને ત્યાર બાદ તેની લાશ મળી આવી હતી.
દ્વારકાધીશ મંદિર પર આવનારું મોટું સંકટ ટળી જશે? પુરાતત્વ વિભાગ આવ્યું એક્શનમાં
આયુષના મોત વિશે પરિવારના સદસ્યોએ જણાવ્યું કે, યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો આયુષ પટેલ ગત 5 તારીખનાં રોજ નિત્ય ક્રમ મુજબ યુનિવર્સિટીમાં ગયો હતો, ત્યાર બાદથી તે મિસિંગ હતો. ત્યારબાદ બે દિવસ રહીને ટોરેન્ટો પાસે આવેલ એક પુલ નીચે આયુષ ડાખરનો મૃતદેહ મળી આવ્યો હતો. આયુષ પટેલ કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરવા માટે સાડા ચાર વર્ષ પહેલાં કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો. પરિવારે જણાવ્યું કે, આયુષની હત્યા થે કે આત્મહત્યા અંગે કેનેડા પોલીસ હાલ તપાસ કરી રહી છે
કેનેડામાં મળેલ મૃતદેહ મળ્યા બાદ ભારત સરકાર અને BAPS સંસ્થા દ્વારા મદદ કરવામાં આવી હતી.
આ મુખ્યમંત્રીએ દિલ જીતી લીધું, દીકરાની સારવાર માટે સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ ન કર્યો
આયુષ ડાંખરાના મૃતદેહના આજે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આયુષના માતા અને મોટા બાએ કાંધ આપી વ્હાલસોયા દીકરાને અંતિમ વિદાય આપી હતી. તો બીજી તરફ, પરિવારના હૈયાફાટ રુદન સાથે આયુષ ડાંખરાની અંતિમ યાત્રા સિદસદરની ગલીઓમાં નીકળી હતી. સીદસર ખાતે આવેલા સ્મશાન ગૃહ ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
તળાવમાં ડૂબવાની ઘટનામાં એકના એક પુત્રનું મોત, માહિતી મળતા જ પિતાને આવ્યો હાર્ટ એટેક
તો બીજી તરફ, માણેકપુરના પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનાર એજન્ટ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે. સ્થાનિક બે શખ્સો વિરુદ્ધ પોલીસે વિભાગીય ઓફિસથી પાસપોર્ટની વિગતો મંગાવી છે. વિજાપુર તાલુકાના માણેકપુર (ડાભલા) ગામના ચૌધરી પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા હતા. જેમા વડાસણ ગામના અને હાલ કેનેડા રહેલા મુખ્ય એજન્ટ સચિન વિહોલ સામે મહેસાણા પોલીસે લુકઆઉટ નોટિસ ઈશ્યુ કરી છે. સ્થાનિક બે એજન્ટની વિભાગીય ઓફિસથી પાસપોર્ટની વિગતો મંગાવવામાં આવી છે. ચૌધરી એજન્ટે પરિવારને પરિવારને રૂ.60 લાખમાં ગેરકાયદે ટેક્ષી મારફતે અમેરિકા લઈ જવાની ગોઠવણ કરી હતી. ત્યારબાદ પરિવારને બોટમાં મોકલતાં બોટ ઊંધી પડતાં ચારેય સભ્યોનાં મોત થયાં હતાં.
ગોઝારો શનિવાર: ગુજરાતમાં એક બે નહીં, ત્રણ દુર્ઘટનામાં 7 લોકોને મળ્યું દર્દનાક મોત