દ્વારકાધીશ મંદિર પર આવનારું મોટું સંકટ ટળી જશે? પુરાતત્વ વિભાગ આવ્યું એક્શનમાં

Dwarkadhish Temple : દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે. પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે... પુરાતત્વ વિભાગ હવે જઈને એક્શનમાં આવ્યું  

દ્વારકાધીશ મંદિર પર આવનારું મોટું સંકટ ટળી જશે? પુરાતત્વ વિભાગ આવ્યું એક્શનમાં

Gujarat Temples : દ્વારકાધીશ મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાય છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે. ત્યારે આ મંદિર પર સંકટ આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. હાલ મંદિરના પત્થરોમાં તિરાડો જોવા મળી રહી છે. જો આ સ્થિતિ રહેશે તો જગત મંદિરની જાળવણી કરવી બહુ જ મુશ્કેલ બની જશે. ત્યારે દ્વારકાધીશ મંદિરના જીર્ણોદ્ધાર માટે પુરાતત્ત્વ વિભાગની ટીમ દોડતી થઈ છે તેવુ જાણવા મળ્યું છે. 

તો કદાચ તૂટી જશે દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિર સ્ટ્રક્ચરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. મંદિરમાં અનેક સ્થળોએ મોટા ગાબડા પથ્થરોના જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે. આ જોઈન્ટ્સ ખૂલી જવાથી દિવાલોના પોપડા અને ધૂળની રજકણો પડી રહી છે. દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે. પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે. તો બીજી તરફ, જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, સાત માળના શિખરના મોટાભનાગ પિલર, કમાન, ફ્લોરીગમાં જોઈન્ટ ખૂલી રહ્યાં છે. એકબીજા સાથે જોડાયેલા પથ્થરોમાં તિરાડો પડી રહી છે. 

મંદિરમાં જીર્ણોદ્વાર માટે અનેકવાર રીપેરીંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, છતા હજી સુધી કોઈ કામગીરી આગળ વધી નથી. જો આવું ને આવું થતું રહેશે તો મંદિર પર મોટુ સંકટ આવી પડશે. ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં આર્કિયોલોજી ઓફ ઈન્ડિયાની સર્કલ ઓફિસ પણ શરૂ કરાઈ છે. આ કચેરી દ્વારા મંદિર શિખરની જર્જરિત હાલત અંગે કોઈ કાર્યવાહી કરાઈ હોય તેવુ દેખાતુ નથી. 

ત્યારે હવે મંદિરના જીર્ણોદ્ધાર માટે હલચલ શરૂ થઈ છે. દ્વારકાધીશ મંદિરને લઈને પુરાતત્વ વિભાગ એક્શનમાં આવ્યું છે. હજારો વર્ષ જૂના પથ્થરોમાં ગાબડા પડ્યાના અહેવાલ સામે આવ્યા બાદ ભારતીય પુરાતત્વ વિભાગ દોડતુ થયુ છે. મુંબઈ રિજનલ કચેર અને બરોડાત થા રાજકોટ સ્થિત કચેરીના અધિરકારીઓ દ્વારકા આવી પહોંચ્યા છે. તેોએ સ્થાનિક પુરાતત્વ વિભાગ સાથે બેઠકો કરીને જાતે મંદિરનું નિરીક્ષણ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. ગત સપ્તાહમાં આ મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે. 

આ ટીમે મંદિરના શિખરનું જાતે નિરીક્ષણ કર્યુ હતું. ત્યારે મંદિરના પૂજારી મંડળના પ્રમુખે પણ તેમની સામે મંદિરના જીર્ણોદ્ધાર કરવાની માંગ કરી છે. ત્યારે હવે મંદિરના જીર્ણોદ્ધારની આશા ભક્તોને બંધાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news