ગાંધીનગર : કુંભના મેળામાં આવી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો હતો. કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં. તમામ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. સંક્રમિત જણાયેલ લોકોને 14 દિવસ આઇઓલેશનમાં રાખવામાં આવશે. તમામ જિલ્લા કલેકટરોને આપ્યા આદેશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી પત્ની માત્ર તમારી નહી આખા ગામની ભાભી છે, સેકન્ડ હેન્ડ વાઇફ સાથે એન્જોય કરો


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજયમા કોરોનાનું સંક્રમણ અટકે અને ઓછા લોકો સંક્રમિત થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર અસરકારક કામગીરી કરી રહ્યુ છે. તેવામાં હાલ ચાલી રહેલા કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓ જ્યારે પરત ગુજરાત આવે ત્યારે તેમને તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં. 


ગુજરાતના મોટા શહેરોમાં શું છે 108 એમ્બ્યુલન્સ સેવાની સ્થિતિ? જુઓ ZEE 24 કલાકનું રિયાલિટી ચેક


મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, કુંભના મેળામા ગયેલા શ્રદ્ધાળુઓ જયારે ગુજરાત પરત ફરશે ત્યારે તે તમામ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટીગ દરમિયાન કોઈ યાત્રિક સંક્રમિત હશે તો તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખીને અલગ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, આવા યાત્રિકો સુપર સ્પ્રેડર ન બને તેની પણ તકેદારી  સરકાર દ્વારા રાખવામાં આવી છે. 


વલસાડમાં કોરોનાનું સંકટ હાલ પૂરતુ ટળ્યું, હોસ્પિટલમાં નવા 400 બેડ ઉમેરાયા


હેતુસર રાજ્યના તમામ જિલ્લા કલેકટરઓને આદેશ કરી દેવામાં આવ્યા છે કે તેમના જિલ્લાના આવા કોઈ વ્યક્તિ કે યાત્રી કુંભના મેળામાંથી પરત આવે ત્યારે  જે તે ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને તમામ યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જે નેગેટિવ હશે તેવા લોકોને જ  ગામમાં પ્રવેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર સુનિશ્ચિત કરવાનો આદેશ અપાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube