Gujarat Politics : ગુજરાત ભાજપમાં હવે આંતરિક વિખવાદ ઉભા થઈ રહ્યાં છે. ભાજપના આ ડખા હવે દિલ્હી સુધી પહોંચી રહ્યાં છે. વડોદરા બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં ભાજપમાં બળવો થયો છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા એક નેતા કેટલાક કાર્યકરો સાથે બારોબાર દિલ્હી પહોંચ્યા હતા. અહી કોઈને ગંધ સુદ્ધ ન આવી, ને આ નેતા દિલ્હીમાં પીએમ મોદીને જઈને મળ્યા હતા. ત્યારે ભાજપમાં આંતરિક જૂથવાદની વાતે જોર પકડ્યું છે. આ વાત સાબિત કરે છે કે, ભાજપમાં આંતરિક ડખા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ કેટલાક સસ્પેન્ડ કરાયેલા કાર્યકરોને લઈને દિલ્હી પહોંચ્યા હતા. ત્યારે સાંસદ ગાઁધીનગરને અવગણીને સીધા દિલ્હી પહોંચી જતા ગુજરાત ભાજપમાં રાજકારણ ગરમાયું છે. આ સાથે જ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલની સામે જૂથવાદ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. સાબરકાંઠા બેંકની ચૂંટણી યોજાઈ હતી. જે દરમિયાન ભાજપનું મેન્ડેડ ન મળતા ભાજપના સતિષ પટેલ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. આ સમગ્ર ઘટનાને ધ્યાને જિલ્લા ભાજપના આગેવાનો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેમની સામે શિક્ષાત્મક પગલાં લઈને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેઓને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે સસ્પેન્ડ કરેલા કાર્યકરોને સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ દિલ્હી લઈ ગયા હતા, તેમજ આ આખો દરબાર પીએમ મોદીને મળ્યો હતો. 


નવસારીમાં આફત આવી : 10 ઈંચ વરસાદથી આખો જિલ્લો જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા જાહેર


ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠામાં દીપસિંહની પીએમ મોદી સાથેની તસવીરો વહેતી થઈ છે. તેમજ આ બાબતને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. સતીષ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એટલુ જ નહિ, વિજેતા બનનાર ભાજપમાંથી સસ્પેન્ડેડ સહકારી નેતા પોતાની જીત બાદ વિજય સરઘસ નીકાળ્યું હતું. જોકે, સરઘસના બે દિવસ બાદ ઇડર પોલીસ દ્વારા જાહેર નામાના ભંગ બદલ સતિષ પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સહકારી આગેવાનોનું એક જૂથ જિલ્લા ભાજપથી નારાજ થઇને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પહોચ્યું હતું. ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાના એક સમયના ખાસ મનાતા સતિષ પટેલ વિરૂદ્ધ પક્ષે કાર્યવાહી કરી તેમાં ખુદ ધારાસભ્યની રાજકીય ચાલ હોય તેવી જિલ્લાના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે.


ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા જેવો પવન ફૂંકાશે


હજી ગત અઠવાડિયે જ વડોદરા ભાજપમાં ભડકો થયો હતો. પક્ષથી નારાજ એક કાર્યકરે વડોદરાના મેયર વિરુદ્ધ બદનામીની પત્રિકા વાયરલ કરી હતી. ત્યારે ભાજપ દ્વારા આ કાર્યકરને સસ્પેન્ડ કરવામા આવ્યો હતો. ભાજપમાં સતત ઉઠી રહેલી આ ઘટનાઓ બતાવે છે કે, પક્ષમાં કંઈક રંધાઈ રહ્યું છે. નારાજ કાર્યકરોની આગ હવે પ્રકટી રહી છે.