નવસારીમાં આફત આવી : 10 ઈંચ વરસાદથી આખો જિલ્લો જળબંબાકાર થયો, શાળા-કોલેજોમાં રજા જાહેર

નવસારીમાં ફરી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાત્રે 4 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેનાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થી છે. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે લોકોમાં ચિંતા વ્યાપી છે. હાલ નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. આજે નવસારીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. 

નવસારીમાં આફત આવી : 10 ઈંચ વરસાદથી આખો જિલ્લો જળબંબાકાર થયો, શાળા-કોલેજોમાં રજા જાહેર

Gujarat Rain Alert ધવલ પારેખ/નવસારી : નવસારીમાં ફરી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાત્રે 4 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેનાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થી છે. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરમાં ભારે વરસાદને પગલે લોકોમાં ચિંતા વ્યાપી છે. હાલ નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. આજે નવસારીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. 

નવસારીમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. મોડી રાતથી બે વાગ્યા સુધીના ચાર કલાકમાં નવસારીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના શાંતાદેવી રોડ પર કેડ સમા પાણી થતા લોકોના દુકાનોમાં વરસાદીપુરના પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટા નુકસાનની સંભાવના જોવાઈ રહી છે. બીજી તરફ વરસાદનું જોર ઘટતા પાણી ઓસરવા માંડ્યું હતુ. પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે જિલ્લા તંત્ર સાબદુ થયું છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં ગત રાતથી પડી રહેલા મુશળાધાર વરસાદે ફરી નવસારીને જળબંબાકાર કર્યું છે. નવસારીમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ 4 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં વરસાદી પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેનું કારણ ડ્રેનેજ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. શહેરના મધ્ય એવા સેન્ટ્રલ બેન્ક વિસ્તારના દુકાનદારોની રાત વરસાદે બગાડી છે. કારણ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં કેડ સમા પાણી થઈ જતા દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, તેના કારણે દુકાનદારોને નુકસાની વેઠવા પડી છે. ગત શનિવારે સવારે 10 થી 12 માં 9.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં પણ દુકાનદારોને નુકસાન થયું હતુ. ત્યારબાદ પાલિકામાં ડ્રેનેજની સ્થિતિ સુધારવા રજૂઆત કરી હોવા છતાં કોઈ કામગીરી ન થતા આજે ફરી વરસાદી આફતમાં દુકાનદારોની મુશ્કેલી વધી છે.

રાત્રે 4 કલાકમાં 9.5 ઇંચથી વધુ વરસાદ પડતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. નવસારી શહેરમાં રાત્રે 10 થી 2 દરમિયાન પડેલા ભારે વરસાદને ધ્યાને લઈ જાહેર જનતાને સલામત સ્થળે રહેવા જિલ્લા કલેકટરની અપીલ કરાઈ છે. આપાતકાલીન સંજોગોને પહોંચી વળવા જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. સંપર્ક નં 02637 - 259401/233002 તથા ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક કરવા લોકોને અપીલ કરાઈ છે. નવસારીમાં એક NDRF ની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમજ અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચના અપાઈ છે. 

તો બીજીત તરફ, સુરતના બારડલીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં બારડોલીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. વધુ વરસાદ વરસતા કલેકટર દ્વારા બારડોલી અને મહુવા તાલુકાની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. બારડોલી ખાતે જલારામ મંદિર પાછળ 13 વ્યકિતઓને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. ડી.એમ. નગર અને એમ.એન.પાર્ક માંથી ૧૧ વ્યકિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા.

તો, વલસાડ જિલ્લામાં મોડી રાત થી ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો જેન્ડ લઈ વલસાડ ની ઔરંગા નદી ભયજનક સપાટી ઉપર વેહી હતી જેને લઈ વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવા પામ્યા હતા તો બીજી બાજુ વલસાડ શહેર અને 40 ગામોને જોડતો વલસાડ ખેરગામ રોડનો ઔરંગા નદીનો બ્રિજ ડૂબાણમાં આવ્યો હતો ઉપરવાસમાં હાલ વરસાદ બંધ થતાં નદીની સપાટીમાં ઘટાડો થતા વલસાડનો ઔરંગા નદી પર આવેલ વલસાડ ખેરગામ રોડ પર આવેલ ઔરંગા ના બ્રિજ પર થી નદીના પાણી ઉતરતા તારાજીના દશ્યો આવ્યા સામે આવ્યા હતા બ્રિજ પરથી પાણી ઉતરતા બ્રિજ પર કેટલી જગ્યા એ રસ્તાના પોપડાઓ ઉખડી જવા પામ્યા હતા સાથે વલસાડ શહેર ને જોડતો મુખ્ય બ્રિજ પર હજુ પણ પાણી હોવાના કારણે તંત્ર દ્રારા બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે જોકે બ્રિજ ડૂબાણમાં આવતા બ્રિજ ભારે નુકશાન થવા પામ્યું છે ત્યારે આગામી દિવસો માં આ બ્રિજ વહેલી તકે રીપેર કરી શરૂ કરવામાં આવે એવું સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news