Loksabha Elections 2024 ગૌરવ પટેલ/અમદાવાદ : લોકસભા ચુટંણી સંદર્ભે ગુજરાતમાં આપ અને કોંગ્રેસનુ ગઠબંધન શું રંગ લાવશે તે તો લોકસભામાં જ ખબર પડશે. આ ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગર બેઠક આપને મળી છે, જ્યારે કે બાકીની 24 બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે. પરંતું આ 24 માંથી ચાર બેઠકો પર લડાયક જંગ થશે. બે લોકસભા બેઠક પર વિધાનસભાની ચુંટણીમાં કોગ્રેસ અને આપને મળેલા ભાજપ કરતાં વધુ છે. આ બેઠકો છે પાટણ, જુનાગઢ, અમરેલી અને જામનગર. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ ગઠબંધન આ ચારેય બેઠકો પર ભાજપને ભારે પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ વિધાનસભા બાદ લોકસભામાં જોર લગાવી રહ્યું છે. 26 એ 26 બેઠક આવે તેવી ભાજપની આશા છે. તે માટે ભાજપે તોડજોડનું રાજકારણ પણ અપનાવી લીધું. છેલ્લાં કેટલાક દિવસોમાં ભાજપ કોંગ્રેસને દરેક મોરચે પરાસ્ત કરવામાં લાગ્યું છે. અનેક ધારાસભ્યો ગત ડિસેમ્બર મહિનાથી પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે. પરંતું કોંગ્રેસ અને આપનું ગઠબંધન ભાજપને ટેન્શન કરાવી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ બેઠક માટે ગઠબંધન કર્યું છે, આ બે બેઠકો ભાજપને સો ટકા નડવાની. પરંતુ આ ઉપરાંત બીજી ચાર બેઠકો એવી છે જે ભાજપને નુકસાન કરાવી શકે છે. ભાજપને અહી જીત માટે પરસેવો પાડવો પડશે, તો જ વોટ આવશે. 


ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે આ રાક્ષસી છોડ, ગાંધીનગરના કિસ્સાથી ચેતી જજો


પાટણ બેઠક
પાટણ લોકસભામાં કોંગ્રેસ અને આપના કુલ મત ૬૩૪૪૮૩ જ્યારે ભાજપને મળેલા મત ૬૦૩૬૫૫
પાટણ બેઠક પર કોંગ્રેસ તથા આપને ભાજપ કરતાં ૪૦૮૨૮ મત વધારે મળ્યા 


જુનાગઢ બેઠક
જુનાગઢ લોકસભામાં કોંગ્રેસ અને આપના કુલ મત ૫૪૯૧૫૦ જ્યારે ભાજપને મળેલા મત ૫૧૫૯૯૮
જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ તથા આપને ભાજપ કરતાં ૩૩૧૫૨ મત વધારે મળ્યા 


ભરૂચ બેઠક આપને પધરાવી દેતા મુમતાઝ પટેલ થઈ નારાજ, તો ગોપાલ ઈટાલિયાએ કર્યો ધડાકો


અમરેલી બેઠક
અમરેલી અને જામનગર બેઠક પર આપ કોંગ્રેસના મત અને ભાજપાના મત વચ્ચે નજીવુ અંતર 
અમરેલી બેઠક પર કોંગ્રેસ અને આપના કુલ મત ૪૬૬૩૬૮ જ્યારે ભાજપના ૪૮૫૨૯૩ મત 
અમરેલી બેઠક પર આપ અને કોંગ્રેસ કરતાં ભાજપના ૧૮૯૨૫ મત વધારે 


જામનગર બેઠક 
જામનગર બેઠક પર કોંગ્રેસ અને આપના કુલ મત ૫૦૩૧૬૧ જ્યારે ભાજપના ૫૨૬૯૦૪
જામનગર બેઠક પર આપ અને કોંગ્રેસ કરતાં ભાજપના ૨૭૮૪૨ મત વધારે 


જામનગર, અમરેલી, પાટણ અને જુનાગઢની બેઠકોનું સમીકરણ જોઈએ તો, આ બેઠકો પર જો આપ અને કોંગ્રેસ એક થાય તો ભાજપને નુકસાન કરાવી શકે છે. કારણ કે, મતની દ્રષ્ટિએ જોતા બે બેઠકો એવી છે, જ્યાં ભાજપ કરતા કોંગ્રેસ અને આપને વધુ મત મળ્યા છે. પાટણ અને જુનાગઢમાં ભાજપ કરતા આપ અને કોંગ્રેસના વોટ છે. ગઠબંધન થાય અને અહી આપ પાર્ટી ઉમેદવાર ન ઉભા રાખે તો તેમના મત કોંગ્રેસ અને ભાજપે ડાયવર્ટ થઈ શકે છે. પાટણ અને જુનાગઢમાં આપ-કોંગ્રેસ ભેગા થાય તો ભાજપને પાડી શકે તેમ છે.



તો બે બેઠક પર ભાજપ પાતળી સરસાઈથી જીત્યું છે. જીત માટેનો ભેદ પણ સાવ પાતળો છે. આ બેઠકો છે અમરેલી અને જામનગર. આ બેઠકો પર ભાજપને સંભાળીને ચાલ ચાલવાની જરૂર છે. અહી ભાજપની જીતનો ભેદ સાવ ઓછો છે. જે 2024 ની લોકસભામાં નુકસાન કરાવી શકે છે. 


બેગમાં પાણી લીધા વગર ગિરનાર પર્વત ચઢતા નહિ, તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય