ભરૂચ બેઠક આપને પધરાવી દેતા મુમતાઝ પટેલ થઈ નારાજ, તો ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર કર્યો મોટો ધડાકો

AAP-Congress Alliance : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન તો થયું પણ ગુજરાત અને દિલ્લીમાં ફસાયો પેચ,,, AAPએ ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને લડાવવાની જાહેરાત કરી જોકે જો કે કોંગ્રેસના નેતા અહેમદ પટેલના સંતાનો કરી રહ્યા છે ટિકિટની માગ

ભરૂચ બેઠક આપને પધરાવી દેતા મુમતાઝ પટેલ થઈ નારાજ, તો ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર કર્યો મોટો ધડાકો

Bharuch Loksabha Seat : લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન પહેલા ગુજરાતની એક બેઠક માટે પેચ ફસાયો છે. ગઠબંધન તો થઈ ગયું પણ ગુજરાત અને દિલ્હીમાં પેચ ફસાયો છે. ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠકને લઈને સૌથી મોટી સમસ્યા ઉભી થઈ છે. AAPએ ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને લડાવવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ લોકસભા લડવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો કે કોંગ્રેસના નેતા અહેમદ પટેલના સંતાનો ટિકિટની માંગ કરી રહ્યા છે. ફૈઝલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસમાં ટિકિટની માગ કરી રહ્યા છે. મુમતાઝે કહ્યું કે, ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસને મળે. અહેમદ પટેલનો પરિવાર ભરૂચ કોંગ્રેસ સંગઠન છે. 

ફૈઝલ પટેલ સમર્થન નહિ કરે 
રાહુલ ગાંધીએ ભરૂચ બેઠકને લઈ આપત્તી દર્શાવી છે. ભરૂચ બેઠક AAPને આપવાથી રાહુલ ગાંધી નારાજ થયા છે તેવો દાવો મુમતાઝ પટેલે કર્યો છે. કોંગ્રેસની બેઠક AAPને આપવાથી રાહુલ ગાંધી નારાજ થયા છે. ત્યારે મુમતાઝ પટેલનું કહેવું છે કે, અમને આશા છે ભરૂચ બેઠક કોંગ્રેસને મળશે. તો સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આપ કોંગ્રેસના સંભવિત ગઢબંધન પહેલા નારાજ થયા છે. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં X પર પોસ્ટ કરી સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનુ અપમાન કર્યુ છે, તેવા વ્યકિતને અમે સર્મથન નહિ કરીએ. અમારો કોઇ કાર્યકર્તા કે હુ તેમને સમર્થન નહિ કરું. 

ભરૂચ લોકસભા બેઠક      

  • આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી
  • ભરૂચનો પૂર્વી ખૂણો આદિવાસી મતદારોથી પ્રભાવિત
  • પશ્વિમી ખૂણો મોલેસલામ ગરાસિયા સમુદાયથી પ્રભાવિત
  • આ બેઠક પર 40 ટકાથી વધુ મુસ્લિમ મતદારો
  • ભરૂચ લોકસભા બેઠક પર 14 લાખ જેટલાં મતદારો
  • ભરૂચ બેઠક પર 18 વખત ચૂંટણી યોજાઈ
  • આદિવાસી મતદારોનો બેઠક પર સૌથી વધુ પ્રભાવ
  • ડેડિયાપાડા અને ઝઘડિયામાં સૌથી વધુ આદિવાસી મતદારો
  • છેલ્લી 6 ટર્મથી ભાજપના મનસુખ વસાવા સાંસદ છે
  • કોંગ્રેસના દિગ્ગજ  અહેમદ પટેલનો ગણાતો હતો ગઢ
  • ભરૂચ બેઠક પર ભાજપ 10 વખત, 7 વખત કોંગ્રેસ જીત્યું

ગોપાલ ઈટાલિયાની પોસ્ટ 
આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઇને અસમંજસ પ્રવર્તી રહી છે. ભરૂચ સીટને લઈને ગોપાલ ઈટાલીયાએ પણ પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ પટેલને સવાલો પૂછ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાની પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહી છે. 

ભરૂચ લોકસભાની વિધાનસભા બેઠક કોના હાથમાં? 

બેઠક ધારાસભ્ય પક્ષ
કરજણ અક્ષય પટેલ ભાજપ
ડેડિયાપાડા ચૈતર વસાવા આપ 
જંબુસર દેવકિશોરદાસજી ભાજપ
વાગરા  અરુણસિંહ રાણા ભાજપ
ઝઘડિયા રિતેશ વસાવા ભાજપ
ભરૂચ  દુષ્યંતભાઈ પટેલ ભાજપ
અંકલેશ્વર ઈશ્વરભાઈ પટેલ ભાજપ

 
ભરૂચ લોકસભા બેઠકમાં કઈ વિધાનસભા બેઠક આવે ? 
કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર

કોંગ્રેસ ભરૂચ ક્યારેય જીતી નથી, ગોપાલ ઈટાલિયાનો કોંગ્રેસ પર વાર 
ગોપાલ ઈટાલિયાએ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના દાવા અંગે સવાલો ઉઠાવતા લખ્યું કે, કેટલીક હકીકતો નીચે મુજબ છે. કોઈ તેને સ્વીકારી શકે છે, અથવા કોઈ તેને સ્વીકારશે નહીં. 2009 પછી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક જીતી શકી નથી. 2009માં કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં 11 લોકસભા બેઠકો જીતી હતી. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને સ્વર્ગસ્થ અહેમદભાઈ જી કોંગ્રેસમાં રાષ્ટ્રીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા હતા. તે સમયે રાષ્ટ્રીય સ્તરે ભાજપની બહુ રાજકીય ઓળખ નહોતી, તેના ઉપર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને અહેમદભાઈની હાજરી હતી. ગુજરાતમાં 11 લોકસભા ચૂંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસ 2009માં ભરૂચ બેઠક જીતી ન હતી. કોંગ્રેસ પાર્ટી 2009માં પણ ભરૂચ લોકસભા જીતી શકી ન હતી, તો હવે પરિસ્થિતિ શું બદલાઈ છે? હવે કોણ નથી જાણતું કે જમાનો કેટલો બદલાઈ ગયો છે? દેશમાં કેવું વાતાવરણ છે? તમે અજાણ ન હોવ !! અને ભરૂચ લોકસભા માટે કોંગ્રેસ પાર્ટી પાસે 2009ની સરખામણીએ આજે વધુ સારી, વધુ અનુકૂળ અને વધુ સકારાત્મક રાજકીય પરિસ્થિતિ નથી. તે ચોક્કસપણે થશે. તેમ છતાં, એવુ શુ છે કે વાત બનતી નથી. 

ભરૂચ બેઠક પર છેલ્લી 4 ચૂંટણીનું પરિણામ     

  • વર્ષ 2004 - મનસુખ વસાવાનો 72.202 મતથી વિજય
  • વર્ષ 2009 - મનસુખ વસાવાનો 27,232 મતથી વિજય
  • વર્ષ 2014 - મનસુખ વસાવાનો 1,53,273 મતથી વિજય
  • વર્ષ 2019 - મનસુખ વસાવાનો 3,34,214 મતથી વિજય

 
ભરૂચ લોકસભા બેઠકનો ઈતિહાસ         
વિજેતા ઉમેદવાર    પક્ષ    વર્ષ
ચંદ્રશેખર ભટ્ટ    કોંગ્રેસ     1957
છોટુભાઈ પટેલ    કોંગ્રેસ    1962
માનસિંહજી રાણા    કોંગ્રેસ    1967
માનસિંહજી રાણા    કોંગ્રેસ    1971
અહેમદ પટેલ    કોંગ્રેસ    1977
અહેમદ પટેલ    કોંગ્રેસ    1980
અહેમદ પટેલ    કોંગ્રેસ    1984
ચંદુભાઈ દેશમુખ    ભાજપ    1989
ચંદુભાઈ દેશમુખ    ભાજપ    1991
ચંદુભાઈ દેશમુખ    ભાજપ    1996
ચંદુભાઈ દેશમુખ    ભાજપ    1998
મનસુખ વસાવા    ભાજપ    1998
મનસુખ વસાવા    ભાજપ    1999
મનસુખ વસાવા    ભાજપ    2004
મનસુખ વસાવા    ભાજપ    2009
મનસુખ વસાવા    ભાજપ    2014
મનસુખ વસાવા    ભાજપ    2019

ગુજરાતમાં ગઠબંધનમાં કોંગ્રેસ અને AAP વચ્ચે જો કોઈ બેઠક પર પેચ ફસાયો હતો તો તે છે ભરૂચ લોકસભા બેઠક. આમ આદમી પાર્ટી અહીંથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી ચુકી છે. તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અહીંથી લડવાની ઈચ્છા આડકતરી રીતે વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે આ વિશે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું કહેવું છે કે, સ્વાભાવિક છે કે, સૌ કોઈને લડવાની ઈચ્છા હોય. પરંતુ હાલ આ બેઠક પર ગઠબંધનની ચર્ચાઓ ચાલુ છે. પરંતુ આ કોંગ્રેસનો આંતરિક મામલો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news