Bharuch Loksabha Seat: ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસ અને AAP બંનેની સ્થિતિ સમાન છે. બંને શૂન્ય પર છે. જો 2024ની ચૂંટણીમાં બંને પક્ષો સાથે મળીને લડશે તો એમની સામે ખાતું ખોલાવવાનો પડકાર રહેશે. આ બધા વચ્ચે ભરૂચ બેઠક પર AAPની દાવેદારીના કારણે મામલો ગરમાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ એક્ટિવ થઈ ગઈ છે. આજે ગાંધીનગરમાં ટોપ લેવલની બેઠક મળી રહી છે. જેમાં આગામી સમયની રણનીતિ ઘડાશે. ભાજપ ભલે માઈક્રોપ્લાનિંગમાં અતિ સક્ષમ હોય પણ એ સારી રીતે જાણે છે કે ગુજરાતની 3થી 4 સીટ એવી છે જેમાં સમીકરણો ન ગોઠવાયા તો સમસ્યા સર્જાશે. લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતનાર ભાજપ આ વર્ષે હેટ્રીક લગાવવાના સપનાં જોઈ રહી છે. એ માટે ભાજપે ઓપરેશન લોટસ પણ અમલમાં મૂકી દીધું છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એ ભાજપનો ભલે ગઢ ગણાતો હોય પણ આદીવાસી પટ્ટામાં ભાજપ સામે રોષ વધારે છે. જેનો ફાયદો આપ અને કોંગ્રેસ લઈ રહ્યાં છે. જો ભરૂચ સીટ પર આ બંને એક થયા તો ભાજપને ભારે પડી શકે છે. જો આ બંનેએ સામ સામે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો તો ભાજપ વન વે અહીં જીતી શકે છે. એટલે જ ભાજપના નેતાઓ આ નબળી ગણાતી સીટ પર આપ અને કોંગ્રેસ એક ન થાય એ માટે પ્રયાસો કરી રહ્યાં છે.


ભાજપ ગુજરાતમાં શામ દામ દંડ ભેદ અપનાવીને પણ લોકસભાની 26માંથી 26 બેઠકો જીતવા માગે છે.  ભલે કોંગ્રેસ અને AAPના નેતાઓ પંજાબ અને દિલ્હીમાં I.N.D.I.A એલાયન્સમાં સાથે રહીને પણ અલગ-અલગ સૂરો આલાપી રહ્યાં હોય  પરંતુ પશ્ચિમમાં 1200 કિલોમીટર દૂર ગુજરાતમાં બંને પક્ષો સાથે લડવું લગભગ મજબૂરી છે. તેથી જ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પહેલેથી જ દાવો રજૂ કર્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું AAP પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસ માટે સીટો છોડવાના બદલામાં ગુજરાતમાં વધુ સીટોની માંગ કરશે? આ ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કારણ કે પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે સીટ વહેંચણી પહેલાં જ આ સીટ પર પાર્ટીનો દાવો વ્યક્ત કર્યો છે. સંદીપ પાઠકના મતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. આ બેઠક ભરૂચ લોકસભાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ભરૂચ લોકસભા બેઠક ભગવા કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. AAPની દલીલ છે કે કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી આ બેઠક જીતી શકી નથી એટલે આ ચૂંટણીમાં એમને ચાન્સ મળવો જોઈએ. આ બેઠક પર આદીવાસીઓનું પ્રભુત્વ છે. મનસુખ વસાવા અહીંથી ભાજપના સાંસદ છે પણ એમની સામે જબરદસ્ત આક્રોશ છે. 


સાબરમતી નદી પર બનશે વધુ એક બ્રિજ, આ વિસ્તારના લોકોને મળશે વિદેશ જેવો અફલાતૂન બ્રિજ


અહેમદભાઈની દીકરી અહીંથી લડવા માગે છે ચૂંટણી
AAPની આ સીટ માટે દાવેદારી વચ્ચે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનું શું થશે? તે તે પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને તેમના વારસા સાથે રાજકારણમાં આગળ વધવા માંગે છે. મુમતાઝ પટેલ તેમના પિતા અહેમદ પટેલના અવસાન બાદ ભરૂચમાં સતત સક્રિય છે અને તેમના પિતા દ્વારા શરૂ કરાયેલા સમાજ સેવાના કાર્યોમાં સક્રિયપણે ભાગ લઈ રહી છે. આવી સ્થિતિમાં ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની દાવેદારીએ કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી છે.  મુમતાઝ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી ત્યારે તેમણે પોતે જ ચૂંટણી લડવાની ના પાડી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના ચાણક્ય એવા અહેમદ પટેલની બેઠક હાલમાં ભાજપના કબજામાં છે અને તેના માટે AAPએ દાવેદારી કરી છે. આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા સીટ પરથી ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવા માંગે છે. ચૈતર વસાવા હાલમાં વનકર્મીઓને ધમકાવવા અને ગોળીબાર કરવા બદલ જેલમાં છે.


દારૂબંધી હટ્યા બાદ ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો, આ ભાવે વેચાઈ રહી છે ઓફિસ


ભાજપને સૌથી વધારે ટેન્શન છે આ સીટનું
ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. વરિષ્ઠ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સાંસદ છે. વસાવા 1998થી સતત ચૂંટાયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ભાજપના આ ગઢને પડકારશે કે પછી આમ આદમી પાર્ટીને આ ભેટમાં ધરી દેશે. જેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. લોકસભાની જે બેઠકો પર આમ આદમી પાર્ટી રાજ્યમાં ચૂંટણી લડવા ઇચ્છુક છે. તેમાં ભરૂચ નંબર વન છે. આપના સંદીપ પાઠકે એડવાન્સમાં જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પહેલી લોકસભા બેઠક ભાજપ ચૈતર વસાવા સામે હારી રહી છે. ભાજપ માટે પણ આ નાકનો સવાલ છે. 


કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક હાલમાં ભાજપનો ગઢ
ચૈતર વસાવા ભરૂચમાંથી ચૂંટણી લડવા માંગે છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પર પણ પ્રભુત્વ જમાવ્યું છે પરતું આ લોકસભામાં માહોલ થોડો અલગ છે. જેનો ડર ભાજપને પણ છે. આમ છતાં પાર્ટીએ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી દીધું છે.


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું શિડ્યુલ આવી ગયુ, રામ ભગવાનનો સૌથી પહેલો ચહેરો કોણ જોશે?