અમદાવાદમાં ડોક્ટર સાથે સૌથી મોટી ઠગાઈ; સોનાની લાલચે ગુમાવ્યાં 59.50 લાખ, ફરિયાદ દાખલ
Ahmedabad News: અમદાવાદના સેટેલાઇટમાં ડોક્ટરને દર્દીના પરિવારે લગાવ્યો લાખોનો ચુનો, સોનાના બિસ્કિટ પર હોલમાર્ક લગાવવાના બહાને એક કિલોના 10 બિસ્કિટ લઈને સોની દંપતી થયું ફરાર.
ઉદય રંજન/અમદાવાદ: સેટેલાઇટમાં ડોક્ટરને તેના દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોનાના બિસ્કીટ પર હોલ માર્ક લગાવવાના બહાને એક કિલોના 10 બિસ્કિટ લઈને સોની દંપતી ફરાર થયું છે. પોલીસે દંપતી સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ત્યારે કોણ છે આ ઠગ દંપતી?
ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
સેટેલાઇટમાં ડોક્ટર અને દર્દીના પરિવારે જ 59 લાખનો ચૂનો લગાવ્યો છે. નહેરુનગરમાં ડાયાબિટીસ કેર એન્ડ હોર્મોન્સ ક્લિનિક ચલાવતા ડોક્ટર બંસીલાલ સાબુ એ ફરિયાદ નોંધાવી છે કે તેમના એક દર્દી શાંતિલાલ સોનીના પુત્ર ભરત સોની કીર્તિ સોની અને પુત્રવધુ મનીષા સોની એ સોનાના બિસ્કીટ પર હોલમાર્ક કરવાના બહાને રૂપિયા 59.50 લાખની છેતરપિંડી કરી ડોક્ટર પરિવારને આરોપીઓએ 59 હજાર 500માં એક તોલાના ભાવે સોનુ વેચ્યું હતું. જેથી ડોક્ટરે એક કિલો સોનું આરોપીઓ પાસેથી ખરીદ્યું પરંતુ સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક નહીં હોવાથી આરોપીઓ હોલમાર્ક કરી આપવાનું કહીને સોનાના બિસ્કીટ પરત લઈ ગયા હતા અને ફરાર થઈ જતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવશે 1.25 લાખની અદ્દભુત ગદા,15 દિવસમાં થઇ તૈયાર
આરોપી ભરત સોની અને કીર્તિ સોનીની માણેકચોકમાં જર્મન સિલ્વર માર્ક નામની સોના ચાંદીની દુકાન હતી. જેથી ડોક્ટર બંસીલાલ સાબુ ને સોનું ખરીદવું હતું એટલે ભરત સોની સાથે ચર્ચા કરી. આરોપી ભરત સોનીના પિતા શાંતિલાલનો ઈલાજ ડોક્ટર બંસીલાલની ક્લિનિકમાં ચાલતો હતો. તેઓ સોની પરિવારના ફેમિલી ડોક્ટર હતા.
સૌથી મોટા ખુશખબર! ગુજરાતમાં S.T.બસના ડ્રાઈવર અને કંટકટરોની થશે ભરતી
પરંતુ આ દર્દીના પરિવાર જ ડોક્ટરને ચૂનો લગાવ્યો હતો. એક કિલોના 10 બિસ્કીટ વેચી પૈસા મેળવ્યા અને સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક લગાવવાના બહાને બિસ્કીટ પણ લઈને ફરાર થઈ ગયા. આરોપી ભરત સોની દુબઈ ફરાર થઈ ગયો હોવાની શક્યતાના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો! અમેરિકાના આ 3 રાજ્યમાં મા ઉમાનું ભવ્ય મંદિર બનશે
સોની પરિવારે ડોક્ટર સાથે કરેલી ઠગાઈ કેસમાં આરોપીઓના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ ઠગાઈ કેસમાં ત્રણેય આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.