Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : વિશ્વ વિખ્યાત બનેલ કચ્છના રણમાં રણ ઉત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. કચ્છ ટુરીઝમ ક્ષેત્રે કચ્છ વિશ્વ ફલક પર પહોંચી ચૂક્યુ છે. પર્યટકો માટે કચ્છનું રણ હોટ ફેવરેટ ડેસ્ટીનેસન બની ચૂક્યું છે. કચ્છની કળા, સંસ્કૃતિ, પરંપરા, સંગીત અને ભાતીગળનો સંગમ એટલે રણ ઉત્સવ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ પ્રસિદ્ધ ધોરડોના સફેદ રણમાં ટેન્ટ સિટીમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે ૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. પહેલા દિવસે જ વિદેશી સહિત પ્રવાસીઓ ઉમટ્યા હતા. ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે, આ વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળતા વધુ પ્રવાસીઓ આકર્ષાશે. ધોળાવીરાનો પેકેજમાં પહેલીવાર સમાવેશ કરાયો છે, જે રોડ ટુ હેવનના કારણે પણ લોકચાહના મેળવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાને લેતા આ વર્ષથી પ્લાસ્ટીકનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિક ના બદલે લાકડાંના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે, સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા અને સાયકલોની
સંખ્યામાં વધારો કરાયો છે.


સાળંગપુર હનુમાનજી મંદિરના ટેન્ટમાં લાગી આગ, શ્રદ્ધાળુ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી


ધરતી પર જાણે દુર દુર સુધી સફેદ ચાદર બિછાવી હોય તેવો કુદરતી નજરો જોવા માટે પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે. રણોત્સવમાં 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે. દરવર્ષે લાખો સહેલાણીઓ સફેદરણ મુલાકાત પગલે ગુજરાત ટુરીઝમ વિભાગ અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાની આવક ઉભી થાય છે.


રણોત્સવ કચ્છ તેમજ ગુજરાતની ઓળખ બની ગઈ છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છ કલા સંસ્કૃતિ દર્શન કરી રહ્યાં છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છની હસ્તકલા ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે..દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે.


સિંઘુભવન રોડ પર મર્સિડીઝથી અકસ્માત સર્જનાર નબીરા રિતેશ પટેલનો સ્ફોટક ખુલાસો