ગુજરાતની 11 બેઠકો માટે દિલ્હીમાં મંથન, એક બેઠક પર ચોંકાવનારો ચહેરો જોવા મળે તો નવાઈ નહિ
Loksabha Elections : આજે દિલ્હીમાં સાંજે 6 કલાકે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળશે બેઠક. CECની બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ રહેશે હાજર. બાકી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પર થશે ચર્ચા
BJP Candidate List : આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં સાંજે 6 કલાકે CECની બેઠક મળવાની છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. આ બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. આ બેઠકમાં બાકી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. બેઠકમાં પ્રધાનમંત્રી સાથે ચર્ચા થયા બાદ ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગી શકે છે. ત્યારે ગુજરાતની બાકીની 11 બેઠકો પર ઉમેદવારના નામ માટે મંથન થઈ શકે છે.
ગુજરાતના હજી 11 ઉમેદવાર જાહેર કરવાના બાકી
ગુજરાતની બાકી બચેલી 11 બેઠકો પર આજે દિલ્હીમાં મંથન થશે. આજે સાંજે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં બેઠક મળશે. પીએમ મોદીની હાજરી માં મળનારી CEC ની બીજી બેઠકમાં ઉમેદવારના નામોને અંતિમ મહોર મારવામાં આવશે. સૂત્રોના અનુસાર, ભાજપ ૧૧ માંથી વધુ પડતી બેઠકોના ઉમેદવાર પર ‘નો રીપીટ થીયરી’ અપનાવી શકે છે. બીજી લિસ્ટમાં વધુ પડતી મહિલાઓને તક આપવામા આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં મોટું ડિસ્કાઉન્ટ, ટિકિટમાં 50 ટકા રાહતની જાહેરાત
કોના કોના નામ ચર્ચામાં
- અમરેલીથી લેઉવા પાટીદાર સમાજના યુવા અને નવા ચેહરાને મળી શકે છે તક
- સાબરકાંઠા થી નવા યુવા ઠાકોર સમાજના અગ્રણી ને આપવામાં આવશે ટીકીટ
- અમદાવાદ પૂર્વ અને મેહસાણા સાંસદની પણ ટીકીટ કાપવામાં આવશે
- વલસાડ બેઠક પર કે સી પટેલ ની ટીકીટ કાપવામાં આવશે. 74 વર્ષ ની ઉંમર અને હની ટ્રેપ જેવા વિવાદોના કારણે નવા ચેહરા ને તક આપવામાં આવશે
- જૂનાગઢ બેઠક પર પણ રાજેશ ચુડાસમાની ટીકીટ કાપવામાં આવશે
- જૂનાગઢ અને ભાવનગર બેઠક પર યુવા કોળી સમાજના અગ્રણીને આપવામાં આવશે ટીકીટ
- સુરત અને સુરેન્દ્રનગરથી પણ કેન્દ્રીય રાજ્ય મંત્રીઓની ટીકીટ કાપવામાં આવશે
- છોટાઉદેપુર બેઠકથી પણ નવા ચેહરાને તક આપવામાં આવશે
- વડોદરા બેઠક પર જોવા મળશે ચોંકાવનારો ચેહરો. વડોદરાના નેતૃત્વથી રાજ્યનું નેતૃત્વ વધુ પડતું નારાજ છે. વડોદરાની આંતરિક કલહ અને વિકાસ ના થયો હોવાના કારણે રંજન બેનની ટિકિટ કપાઈ શકે છે
ઊલટી ગણતરી શરૂ કરી દો, ફરી બદલવા જઈ રહ્યું છે ગુજરાતનું વાતાવરણ
[[{"fid":"534617","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat_bjp_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat_bjp_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat_bjp_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat_bjp_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gujarat_bjp_zee.jpg","title":"gujarat_bjp_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
કોંગ્રેસમાં પણ આજે ઉમેદવાર જાહેર થઈ શકે છે
ગુજરાતના ઉમેદવારો માટે આજે દિલ્હીમાં મંથન થઈ શકે છે. કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની આવતીકાલે બેઠક મળશે. આ બેઠક બાદ સાંજે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી, કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાની ઉપસ્થિતિમાં મંથન થશે. બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોની આજે જાહેરાતની શક્યતા છે.
આજથી બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓ અટવાશે તો પોલીસ સમયસર કેન્દ્ર સુધી પહોંચાડશે
મહેશ વસાવા ભાજપમાં જોડાશે
BTP પ્રમુખ અને પૂર્વ MLA મહેશ વસાવા ભાજપમાં જોડાશે. તેઓ પોતાના સમર્થકો સાથે આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. AAPના OBC મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાશે. તો અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે. તેઓ 200 કારના કાફલા સાથે 1200 થી વધુ BTPના કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. લોકસભા ચૂંટણી પહેલા BTD અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જતા છોટુ વસાવા નારાજ થયા છે. આ કારણે હવે છોટુ વસાવા નવી પાર્ટી બનાવશે. છોટુ વસાવાના આ સ્ટેન્ડ બાદ રાજકારણ ગરમાયું છે. રાજનીતિના રણમાં પિતા અને પુત્ર સામસામે આવી ગયા છે. મહત્વનું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીના સમયે પણ મહેશ અને છોટુ વસાવાના આંતરિક મતભેદ સામે આવ્યા હતા.
આપના કાર્યકર્તા ભાજપમાં જોડાશે
ભરૂચમાં લોક સભાની ચૂંટણી પેહલા ભાજપમાં ભરતી મેળો જોવા મળ્યો. આજે મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. ભરૂચમાં 50થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અને પૂર્વ જિલ્લા પ્રમુખ ઊર્મિબેન વાનાણી, જિલ્લા મહામંત્રી ભદ્રેશભાઈ પટેલ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાશે.
ચોટીલામાં મા ચામુંડાના મંદિરમાં આવારા તત્ત્વનો આતંક, પૂજારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી