Loksabha Election : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઈતિહાસ રચ્ચો છે. ચૂંટણી પહેલા ભાજપની જીત થઈ છે. સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરિફ થયા હોય.  સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ રચાયો છે. સુરત લોકસભા બેઠક બિન હરીફ થઈ છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે. ત્યારે આ ઐતિહાસિક જીત પર ભાજપમાં જશ્નનો માહોલ શરૂ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુકેશ દલાલને મીઠાઈ ખવડાવીને તેમને અભિનંદન આપ્યા હતા. ભાજપના લોકસભાના બિનહરિફ ઉમેદવાર મુકેશ દલાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત લોકસભા બેઠકો પર મુકેશ દલાલ બિનહરીફજાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરત લોકસભા બેઠક ઉપર હવે કોઈ પ્રકારની ચૂંટણી એટલે કે મતદાન કરવાની જરૂર નથી. એક જ ઉમેદવાર બાકી રહ્યા હોવાના કારણે તેઓને બિનહરીફ નિયમો અંતર્ગત કરવામાં આવશે. જોકે સત્તાવાર જાહેરાત આજે જ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. 


જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતા


ભાજપ વન-વે જીતી જશે! કુંભાણીની ગેમ ઓવર બાદ સુરતમાં 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા