જયેશ રાદડિયાએ નામ લીધા વિના અનેક આગેવાનોને ઝાટકી નાંખ્યા, કહ્યું-સાનમાં સમજી જજો
Jayesh Radadiya : રાજકોટ નજીક આવેલા ગઢકા ગામે સહકારી આગેવાન અને ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જયેશ રાદડિયાના આક્રમક તેવર જોવા મળ્યા. તેમણે કહ્યું, હું વિઠ્ઠલભાઈનો પુત્ર છું ખેડૂતોના હિત માટેના લડાયક ગુણો મને વારસામાં મળ્યા છે. ગઢકા ગામે મંડળીની વાર્ષિક સાધારણ સભા અને ખેડૂત શિબિરમાં રાદડિયાના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો
Gujarat Politics : રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાના આકરા તેવર સામે આવ્યા છે. નામ લીધા વિના જયેશ રાદડિયાએ સહકારી આગેવાનોને નિશાન બનાવ્યા હતા. રાજકોટમાં સહકારી ક્ષેત્રમાં વિવાદો વચ્ચે રાદડિયાએ હુંકાર કર્યો છે. રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાના આકરા તેવર સામે આવ્યા છે. નામ લીધા વિના જયેશ રાદડિયાએ સહકારી આગેવાનોને નિશાન બનાવ્યા હતા. તેણે કહ્યું, વિઠ્ઠલભાઈનો પુત્ર છું, લડાયક ગુણો વારસામાં મળ્યા છે. અડધો ડઝન ખટપટીયા તત્વોને ખેર નથી, અમુક ખટપટીયા સાનમાં સમજે નહીં તો ખેર નહી.
ભાજપમાં જૂથવાદ વકરી રહ્યો છે તે સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. ભાજપમાં હવે આંતરિક કલહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. પત્રિકાકાંડ, કવિતાકાંડ બાદ હવે જાહેરમાં એકબીજા પર શબ્દોના વેધક બાણ ફેંકવામાં આવી રહ્યાં છે. રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રનો વિવાદ જૂનો અને જાણીતો છે. તેમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ જાહેરામં વિરોધીઓને ચીમકી આપી છે. રાજકોટ નજીક આવેલા ગઢકા ગામે સહકારી આગેવાન અને ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જયેશ રાદડિયાના આક્રમક તેવર જોવા મળ્યા. તેમણે કહ્યું, હું વિઠ્ઠલભાઈનો પુત્ર છું ખેડૂતોના હિત માટેના લડાયક ગુણો મને વારસામાં મળ્યા છે. ગઢકા ગામે મંડળીની વાર્ષિક સાધારણ સભા અને ખેડૂત શિબિરમાં રાદડિયાના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે.
અંબાલાલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગયાનો ડર
જયેશ રાદડિયાએ બાંયો ચઢાવતા કહ્યું કે, સહકાર ક્ષેત્રમાં કેટલાક ખટપટિયાઓને કારણે વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. સેવાયજ્ઞમાં હાડક નાંખનારા સાનમાં સમજી જાય. હું વિઠ્ઠલભાઈનો પુત્ર છું. ખેડૂતો માટે સર્જેલી સહકારી ક્રાંતિ અટકવા નહિ દઉં. નહીતર મારે જ મેદાનમાં ઉતરવુ પડશે અને તેમને વાસ્તવિકતાનું ભાન કરાવવું પડશે. ડિસ્ટ્રીક્ટ બેંક ખેડૂતના હિત માટે કામ કરી રહી છે, ત્યારે ખટપટિયા માત્ર પોતાનુ જ હિત વિચારી રહ્યાં છે, પણ અમે તેમને ભરી પી જવા કટિબદ્ધ છીએ.
ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા
આમ ભાજપના પૂર્વમંત્રી અને ધારાસભ્યએ જાહેરમાં અસંતોષીઓને ચીમકી આપતા સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. તેઓએ ખેડૂત શિબિરમાં વિરોધીઓ સામે લાલ આંખ કરીને ભાજપમાં લાગેલી જૂથવાદની આગને ફરી પલિતો ચાંપ્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડવાનું બંધ કરે, નહીતર મને વિરોધીઓને જેર કરતા સારી રીતે આવડે છે. ખેડૂતો માટે લડવાના ગુણ મને વારસામાં મળ્યા છે. નહી સુધરો તો મારે મેદાનમાં ઉતરવું પડશે.
આમ, રાજકોટ જિલ્લાના મોટા સહકારી આગેવાનોની હાજરીમાં જયેશ રાદડિયાએ નામ લીધા વિના અનેક આગેવાનોને ઝાટકી નાંખ્યા. અમુક ખટપટીયા તત્વો શાનમાં સમજી જાય અન્યથા તેમને ઝેર કેમ કરવા તે મને આવડે છે તેવુ કહ્યું. જેથી સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને સહકારી આગેવાન ના આક્રમક તેવરથી સૌરાષ્ટ્રના ખેડૂતો અને સહકારી આગેવાનોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
સ્ત્રીઓના દર્શનની લાઈનમાં સ્ત્રીઓ જ હોવી જોઈએ, ડાકોર VIP દર્શનનો વધુ એક વિરોધ