IFFCO India : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક તરફ ગરમાવો આવ્યો છે, ત્યાં બીજી તરફ હવે નવો વિવાદની કૂંપળો ફૂટી છે. ગુજરાત ભાજપમાં મજુરિયા નેતાઓનો રોષ, પક્ષના નેતાઓને સાઈડલાઈન કરાયા છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદ 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઈફ્કોના હાલના ચેરમેન દિલિપ સંઘાણી તેમજ જેતપુરના ભાજપના ધારાસભ્ય,રાજકોટ જિલ્લા બેન્કના જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભરી દીધા છે, ત્યારે પક્ષમાં ઉપરથી બિપીન પટેલના નામનું મેન્ડેટ મોકલવામાં આવ્યું છે. ત્યારે ભાજપ રાદડિયાનું પત્તુ કાપવાના ફિરાકમાં છે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ દ્વારા અમદાવાદ ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના (બિપિન ગોતા) નામનો મેન્ડેટ જારી કરાયો છે. હવે મુદ્દો એ છે કે, ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. જેમાં દિલીપ સંઘાણી ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. આ વચ્ચે હવે અમદાવાદથી બિપીન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. હવે મુદ્દો એ છે કે, ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે. 


રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહ્યા


ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક ઉમેદવારી જતા મામલો પેચીદો બન્યો છે. હવે આ મામલે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યો છે.


હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશ


સભામાં ચર્ચા કરતા જોવા મળ્યા રાદડિયા અને સંઘાણી
ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. આ મામલે હવે ચર્ચા વહેતી થઈ છે. અમિત શાહ આવે તે પહેલાં ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડિયા ચર્ચા કરતા જોવા મળ્યા. સ્ટેજ પર દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા જોવા મળ્યા હતા. ચર્ચા છે કે, તેઓ આ મુદ્દે ચર્ચા કરતા હોય.