અંદર કી બાત : ભાજપ લોકસભા પહેલા સંગઠનમાં નવાજૂની કરવાના મૂડમાં, કમલમમાં કાનાફૂસી શરૂ
Gujarat Politics : ગુજરાત મંત્રી મંડળ વિસ્તરણના ખ્વાબ જોનાર કયા ધારાસભ્યોના સપના પૂરા થશે અને કોના અધૂરા રહેશે તે તો સમય આવ્યે જ ખબર પડશે
Loksabha election 2024 : ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપે ફરી એકવાર રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે. ત્યારે હાલ ગુજરાત ભાજપમાં સંગઠનને લઈને કેટલાક બદલાવો થવાના છે તેવી ચર્ચા છે. ત્યારે આ મામલે હાલ પક્ષમાં સળવળાટ થઈ રહ્યો છે. બીજી તરફ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની પણ ચર્ચા થાય તેવુ પણ કેટલાકનું માનવું છે. હાલ ગુજરાતના મુખ્યમંત્રીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે બેઠક કરી હતી, ત્યારે આ બેઠક બાદ ફરીથી મંત્રીમંડળ અંગે કાનાફૂસી શરૂ થઈ છે. ભાજપ ટૂંક સમયમાં સંગઠનાત્મક ફેરફાર કરી શકે છે.
રાજકીય સૂત્રો પાપ્ત માહિતી મુજબ ગુજરાત ભાજપ સંગઠનમાં ધડમૂળથી માળખું બદલાવવાની પણ પૂરે પૂરી શક્યતા છે. હાલ મંત્રીમંડળનં કદ 17 સભ્યોનું છે. તેનું કદ પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, હાલ મંત્રીમંડળમાં 16 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. આ તમામ પાસે વધારાના વિભાગનો ચાર્જ છે. જેનાથી તેમના પર કામનું ભારણ પણ વધારે છે. છેલ્લા કેટલાક સમયથી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા અટકી પડી છે. હવે તો કર્ણાટકની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે,. ત્યારે હવે પીએમ મોદી આ વિશે નિર્ણય લે તેવી શક્યતા વધુ છે.
ગુજરાતીઓની દિવાળી બગડી : સિમલા ફરવા જવુ મોંઘુ પડશે, હિમાચલ સરકારે આપ્યો મોટો ઝટકો
નવા ચહેરાઓને સ્થાન મળશે
હાલ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા વધારે છે. જોકે, જૂના જોગી અને નવા જોગીને સાથે રાખીને આ બદલાવ કરાશે. હાલ પ્રદેશ ભાજપના સંગઠનમાં બે મહામંત્રીના રાજીનામા બાદ પદો ખાલી પડેલા છે. જેના નામો અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની પણ ચર્ચા થાય તેવુ પણ કેટલાકનું માનવું છે. હાલ મંત્રીમંડળનં કદ 17 સભ્યોનું છે. તેનું કદ પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ ગુજરાત મંત્રી મંડળ વિસ્તરણના ખ્વાબ જોનાર કયા ધારાસભ્યોના સપના પૂરા થશે અને કોના અધૂરા રહેશે તે તો સમય આવ્યે જ ખબર પડશે. પરંતુ ચર્ચા એ વી પણ છે કે, અમિત શાહની મુલાકાત બાદ આ મુદ્દો વધુ ગરમાગરમ બન્યો એ છે કે, મંત્રીમંડળમાં ફેરફાર થશે. પરંતું કેટલાક કહે છે કે, લોકસભાની ચૂંટણી પહેલા હમણા વિસ્તરણનાં કોઇ આસાર નથી.
સુરતની આંખ ઉઘાડતી ઘટના : ચાર વર્ષનું બાળક મોબાઈલ જોતા જોતા ચાર રસ્તા સુધી પહોંચી ગયુ
ભાજપે લોકસભાની 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. પરંતું આ ટાર્ગેટમાં ભાજપ નવાજૂની કરે તેવા એંધાણ છે. કારણ કે, વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ નવા ચહેરાઓને ટિકિટ આપી શકે છે. ભાજપ વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણીમાં નવોદિતોને તક આપવા માંગે છે. જો આવું થયુ તો અનેક જૂના સાંસદોનું પત્તુ કપાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપના આ નિર્ણયથી એક-બે નહિ, પરંતું લગભગ 22 જેટલા સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં નવાજૂની થવાના એંધાણ છે. કારણ કે, લગભગ મોટાભાગના સાંસદો પર કાતર ફરી શકે છે તેવુ સૂત્રોનું કહેવું છે. જોકે, આ નવા ચહેરા કોણ હશે અને કોણ કપાશે તે માટે કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
અંબાલાલ પટેલની નવી આગાહી : નવરાત્રિમાં વરસાદ બાદ વાવાઝોડાનો વધુ એક રાઉન્ડ આવશે