અંબાલાલ પટેલની નવી આગાહી : નવરાત્રિમાં વરસાદ બાદ વાવાઝોડાનો વધુ એક રાઉન્ડ આવશે
Ambalal Patel Cyclone Alert Prediction : ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે. 17,18,19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં નવરાત્રિ છે. આ દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.
શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે.
તો નવરાત્રિમાં વરસાદની આગાહી વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, 17 ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
ગુજરાતમાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 12 ઓક્ટોબરે આરબ સાગરમાં હાઇપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશો તરફથી આવતા ચક્રવાતના આવશેષ રૂપે બંગળાની ખાડીમાં હલચલ રહેશે. 16-24 નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, આસામના આ સૂકા અને ઠંડા પવનો ભટકાઇ પડે છે. જેના કારણે ખબર લઇ નાંખે તેવા ચક્રવાત થશે. જેના કારણે આ વરસાદ મોસમી પવનોથી થાય છે. 10 તારીખ પછી હવે જે ચક્રવાત થશે તે બંગાળ ઉપસાગરમાં ખબર લઇ નાંખે તેવા હશે. વાવાઝોડું ઉલટાતું જશે તેમ તેમ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનતા જશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
Trending Photos