Gujarat BJP New President : ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની મોદી કેબિનેટમાં એન્ટ્રી થઈ છે. સી આર પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સીઆર પાટીલ 35 વર્ષની રાજકીય સફરમાં પહેલીવખત મંત્રી બન્યા છે. અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા કામો સંભાળતા હતા, પરંતું હવે તેઓ દિલ્હી પહોંચ્યા છે. જોકે, સીઆર પાટીલના મંત્રીપદથી ભાજપના પ્રદેશ પ્રમુખની ખુરશી ખાલી થઈ જશે. સી.આર. પાટીલને કેન્દ્રીય કૅબિનેટમાં મંત્રીપદ મળતાં હવે ગુજરાતમાં ભાજપના અધ્યક્ષપદે કોણ રહેશે તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપનું સુકાન કોણ સંભાળશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. કાર્યકરોમાં સીઆર પાટીલની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. સંગઠનમાં નિર્ણયો લેવામાં તેઓ માહેર ગણાય છે. સી આર પટેલની છાપ ભાજપના એક સમર્પિત નેતા અને કાર્યકર્તાના સ્વરૂપમાં છે અને છેલ્લા 30 વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પાટીલના મંત્રી બનતા જ હવે ગુજરાતના રાજકારણમાં ચર્ચા તેજ બની છે કે, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ. સાથે જ ગુજરાત ભાજપના સંગઠનમાં મોટાપાયે ફેરફાર થશે તેવી કાનાફૂસી શરૂ થઈ છે. જો સી.આર. પાટીલને સ્થાને નવા અધ્યક્ષ બનાવાય તો ભાજપના ગુજરાત સંગઠનમાં પણ મોટાપાયે ફેરફારો થશે તેવુ જાણકારોનું કહેવું છે.


પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદ


ગુજરાતના દરેક ઝોનમાંથી મંત્રી


  • દક્ષિણ ગુજરાતથી સી.આર. પાટીલ

  • પાટીદાર ચહેરા તરીકે મનસુખ માંડવિયા

  • મધ્ય ગુજરાતથી અમિત શાહ

  • સૌરાષ્ટ્રથી મહિલા પ્રતિનિધિ તરીકે નીમુબહેન બાંભણિયા

  • આમ, આ રીતે સંતુલન સાધવામાં આવ્યું છે 


ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ
હવે મુદ્દાનો સવાલ એ છે કે, પાટીલ મંત્રી બનતા જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે. હાઈકમાન્ડ કોને પ્રમુખપદ સોંપશે. તો બીજી તરફ, રાષ્ટ્રીય સ્તરે પણ જે.પી.નડ્ડાને કૅબિનેટ મંત્રી બનાવાયા હોવાથી અધ્યક્ષ બદલાશે તેવી ચર્ચા શરૂ થઈ છે. એક થિયરી એવ છે કે, ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે. એવી પણ એક થિયરી છે કે, ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસ વધુ મજબૂત બની હોય તેમ લાગે છે. આવી પરિસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાતનો કોઈ ઓબીસી ચહેરો પણ હોઈ શકે છે.


આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ


નવસારીમાં પાટીલની બમ્પર જીત 
સી આર પાર્ટીલે પોતાની શરૂઆત 2009 ની લોકસભા ચૂંટણીથી કરી હતી. સી આર પાટીલની એક ખાસિયત રહી છે કે તેમને દરેક ચૂંટણીમાં તેમની લીડની ટકાવારી વધારી છે. દર નવી ચૂંટણીમાં સીઆર પાર્ટીની લીડમાં વધારો જોવા મળે છે. એ સમયે તેમને ગુજરાતની નવસારી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તે સમયે તેમની લીડ એક લાખની 32000 મતની હતી. જોકે છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં તેમની લીડ પાંચ લાખ 50 હજાર જે  પણ વધી છે. સી આર પાટીલને 2014 ની લોકસભા ચૂંટણીમાં 5 લાખ 58000, 2019 ની ચૂંટણીમાં 6,89,000ની લીડ મળી હતી. જ્યારે 2024 ની લોકસભા ચૂંટણીમાં પાટીલે 7.77 લાખની લીડ કરી છે.


કંગનાના થપ્પડકાંડ પર જૂના બોયફ્રેન્ડ રિતીકનું આવ્યું મોટું રિએક્શન