પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદ

Parsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
 

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદ

Modi Cabinet Minister list : મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના 6 દિગ્ગજોને સ્થાન મળ્યું. જેમાં બે ચહેરા સાવ નવા છે. જોકે, નવા મંત્રી કરતા જે મંત્રી કપાયા તેની ભારોભાર ચર્ચા થઈ રહી છે. રૂપાલા સહિત 2 નેતાઓનાં પત્તાં કપાયા. રાજકોટમાં શાનદાર જીત છતાં રૂપાલા મોદી સરકારની નવી કેબિનેટમા કપાઈ ગયા. ગત વખતે મોદી મંત્રીમંડળમાં સાત ગુજરાતી સાંસદોને મંત્રીપદ મળ્યુ હતું જયારે આ વખતે માત્ર ચાર ગુજરાતી સાંસદો મંત્રી બની શક્યા છે. ત્યારે આવામાં સૌથી વધુ ચર્ચા રૂપાલાની થઈ રહી છે. જો રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડ્યુ ન હોત તો રૂપાલા પણ મંત્રી બન્યા હોત. 7 શબ્દોએ 8 વર્ષથી મંત્રી રૂપાલાનું પદ છીનવ્યું. 

ગુજરાતમાંથી કોનો કોનો સમાવેશ
મોદી સરકાર ૩.૦માં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી છ સાંસદોને મંત્રીપદે સ્થાન મળ્યુ છે જેમાં અમિત શાહ,મનસુખ માંડવિયા, એસ.જયશંકર, જે.પી.નડ્ડા, સી.આર પાટીલ અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ કરાયો છે. અમિત શાહ,એસ જયશંકર અને મનસુખ માંડવિયાને સતત બીજી વાર મોદી સરકારમાં મંત્રીપદ મેળવી શક્યા છે. ગત વખતે મોદીમંત્રીમંડળમાં દર્શના જરદોશને સ્થાન મળ્યુ હતું, જયારે આ વખતે નીમુબહેન બાંભણિયાને તક મળી છે. ટૂંકમાં ગુજરાતમાંથી એક મહિલા સાંસદે મંત્રીપદ જાળવી રાખ્યુ છે. 

કોનું પત્તુ કપાયું 
નવા મંત્રીમંડળમાં પૂર્વ મંત્રી પુરષોત્તમ રુપાલા અને દેવુસિંહ ચૌહાણનુ પત્તુ કપાયુ છે. 

મોદી સરકારમાં પહેલીવાર રૂપાલા નહિ
મોદી સરકારના પ્રથમ બંને કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન પામનારા ભાજપના સિનિયર નેતા પરશોત્તમ રૂપાલાને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. રાજકોટમાં બંપર જીત મેળવીને રૂપાલા વન-વે તો જીતી ગયા હતા. ગુજરાત લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા જ ખબર પડી કે, રૂપાલાને ક્ષત્રિય આંદોલન ન નડ્યું. પરંતું કેન્દ્ર સરકારમાં જ્યારે મંત્રીપદની જાહેરાત થઈ, ત્યારે રૂપાલાને ક્ષત્રિય આંદોલન નડી ગયું તેવું ચર્ચાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં મંત્રીમંડળમાંથી રૂપાલાને પડતા મૂકાયા. તેઓ વર્ષ 2014માં બનેલી કેન્દ્ર સરકારમાં કૃષિ અને કૃષિ કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી, પંચાયતી રાજ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા 2019માં રચાયેલી સરકારમાં ડેરી, પશુપાલન અને ફિશરીઝ મંત્રાલયના કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2024 માં જ રૂપાલાને કાપી દેવાયા. 

May be an image of temple and the Charminar

રૂપાલાને હટાવવાના કારણો

  • પહેલુ કારણ એ કે, હાલ કેન્દ્રમા ગઠબંધનની સરકાર છે, તેથી અન્ય પક્ષના નેતાઓને મંત્રીપદ અપાય. આ કારણે ભાજપના મંત્રીઓ પર કાપ મૂકવો પડે એ મૂકવો પડે. 
  • બીજું કારણ એ કે, ગઠબંધનધર્મ નિભાવવા માટે થોડું બલિદાન આપવું પડે એના ભાગરૂપે રૂપાલાનો ભોગ લેવાયો 
  • ત્રીજુ કારણ એ કે, ક્ષત્રિય આંદોલનના કારણે પરશોત્તમ રૂપાલાને મંત્રીપદ નહીં જ મળે તેવી સૌને ધારણા હતી, અને એવું જ થયું

મોદી સરકાર 3.0માં ગુજરાતનું પ્રતિનિધીત્વ ઘટયુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, ગત વખતની સરખામણીમાં મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મહત્વની વાત એછેકે,  રાજ્યસભાના સભ્ય એસ.જયશંકર  અને જે.પી.નડ્ડાને મંત્રીપદે સ્થાન મળતાં  મોદી મંત્રીમંડળમાં મૂળ ગુજરાતી સાંસદોની સંખ્યા ઘટી છે. જોકે, મંત્રીમંડળમાં ગુજરાતમાંથી બે નવા ચહેરાનો તક અપાઇ છે જયારે બે પૂર્વ મંત્રીઓના પત્તા કપાયાં છે. આમ, ગઠબંધન નડતાં  ગુજરાતનું પ્રતિનિધીત્વ ઘટયુ હોવાનું તારણ છે.  ગત વખતે મોદી મંત્રીમંડળમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, પરષોત્તમ રુપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અન ડો.મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાત સાતેક સાંસદોને મંત્રીપદ મળ્યુ હતું.  પણ આ વખતે લોકસભામાં ચોંકાવનારાં પરિણામે આવ્યા હતાં જેના કારણે ગઠબંધનની સરકાર અસ્તિત્વમાં આવી હતી જેના કારણે મંત્રીમંડળમાં ગુજરાતના સાંસદો ઘટયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news