Vapi News : ગુજરાતમાં ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામા આવી છે. વાપીમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પર ફાયરિંગ કરાયુ હતું. વહેલી સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં શૈલેષ પટેલનું મોત નિપજ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે બે બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની ફાયરિંગ કરીને હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે પોતાના ગામ કોચરવાની બાજુમાં જ આવેલા રાતા ગામ મંદિર દર્શન કરવા ગયા હતા .પરિવારજનો મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને શૈલેષ પટેલ પોતાની ગાડીમાં બેઠા હતા. એ વખતે જ બે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્ર સાલતમાં શૈલેષ પટેલને વાપીની હરિયા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઈને સમગ્ર પંથકમાં માહોલ ગરમાયો છે. હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે. પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતમાં શૈલેષ પટેલની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે.પરંતુ હત્યા નું સાચું કારણ જાણવા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


અમદાવાદીઓ સાવધાન, જાહેરમાં પાનની પીચકારી મારી તો આવી બનશે


પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે. 


Mehsana : નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતુ ગોડાઉન ઝડપાયું