5 રાજ્યોમાં જીત માટે ભાજપનો માસ્ટરપ્લાન : ગુજરાતના આ નેતાઓની ફૌજ પ્રચારમાં ઉતારશે
Assembly Election News : ભાજપ ફરી કર્ણાટકની ચૂંટણી જેવો દાવ પાંચ રાજ્યોની ચૂંટણીમાં રમશે.... ગુજરાત મોડલના તર્જ પર ગુજરાતના ધારાસભ્યોને પ્રચાર માટે મેદાનમાં ઉતારશે
Gujarat BJP Model સપના શર્મા/ગાંધીનગર : ગુજરાત ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. જેના બાદ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલ અપનાવ્યું હતું. જે ફેલ ગયું હતું. કર્ણાટકમાં ગુજરાત મોડેલનો જાદુ ન ચાલ્યો. પરંતું હવે પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ ફરી આ દાવ ખેલવા માંગે છે. ગુજરાતના નેતાઓ કર્ણાટકની જેમ પાંચ રાજ્યોમાં જઈને ચૂંટણીનો પ્રચાર કરશે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓ આ રાજ્યોમાં જઈને જોરશોરથી ભાજપની વાહવાહી કરશે.
5 રાજ્યોની યોજાનાર ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 5 રાજ્યોમાં ભાજપ ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારશે. પાંચ રાજ્યોમાં સ્થાનિક લેવલે સંગઠનને મજબૂત કરવા ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી સોંપાઈ છે. દરેક ધારાસભ્યને અલગ અલગ વિધાનસભા સીટની જવાબદારી સોંપાઈ છે. આ ધારાસભ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમની ચૂંટણીમાં કામગીરી કરશે.
હવામાનના આજના લેટેસ્ટ અપડેટ : આ દિવસથી ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થશે
18 ઓગસ્ટથી 5 રાજ્યમાં વિવિધ બેઠકો યોજાશે. જેમાં પાંચ રાજ્યોમાં જઈને ધારાસભ્યોએ કઈ કામગીરી કરવી તે અંગે બેઠકમાં સૂચના અપાશે. સાથે જ 10 દિવસ ધારાસભ્યો વિધાનસભા વિસ્તારમાં રહેશે. સોંપાયેલી બેઠકમાં 10 દિવસ ધારાસભ્યો કામગીરી કરશે. આમ, ગુજરાતનાં ધારાસભ્યો 10 દિવસ પોતાને સોપાયેલી વિધાનસભા સીટ ઉપર જઈ સંગઠનને મજબૂત કરવા કામગીરી કરશે.
ગુજરાત યુનિ/ના નવા કુલપતિએ સપાટો બોલાવ્યો, HPP કોર્સ પર કરી સર્જિકલ સ્ટ્રાઈક
ગુજરાતમાં સુપરહિટ, કર્ણાટકમાં ફેલ
ભાજપે ગુજરાતની ચૂંટણીમાં (guajarat election) સુપરહિટ ભરોસાની ભાજપ સરકારના રેકોર્ડબ્રેક નારા સાથે કર્ણાટકની ચૂંટણી લડી હતી. આ સાથે પાર્ટીએ ડબલ એન્જિન સરકાર, સપના સાકારના નારાનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. વોટ શેર ભલે નજીવો ઘટ્યો હોય પરંતુ તેણે ઘણી બેઠકો ગુમાવી હતી. ભાજપના વ્યૂહરચનાકારોને આશા હતી કે બજરંગ બલીના મુદ્દા બાદ પાર્ટી સારું પ્રદર્શન કરશે, પરંતુ એવું થયું નહીં. ગુજરાત પ્રદેશ પ્રમુખ (gujarat bjp) અને ભાજપ પેજ કમિટીમાંથી નવા ચાણક્ય તરીકે ઉભરી આવેલા સી.આર.પાટીલ (crpatil)ચોક્કસપણે કર્ણાટક ગયા ન હતા, પરંતુ તેમની કોર ટીમના તમામ નેતાઓ કર્ણાટકમાં જ હતા. ભાજપના પ્રયાસો છતાં ભાજપ 65 બેઠકો પર સમેટાઈ ગયું હતું.
સોમનાથ મંદિરમાં શ્રાવણ નિમિત્તે મોટા બદલાવ કરાયા, દર્શન કરવા જવાના હોય તો ખાસ વાંચો
ગુજરાતના સ્લોગન પણ ફેલ ગયા
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની ચૂંટણીનો પડઘો પડ્યો હતો. ગુજરાતમાં રેકોર્ડબ્રેક જીતનો લાભ લેવા માટે ભાજપે અહીં બંને સફળ સૂત્રોનો ઉપયોગ કર્યો. ભરોસાની ભાજપ સરકાર અને ડબલ એન્જિનની સરકાર, સપનું સાકાર થયું. આ ઉપરાંત ગુજરાતની ચૂંટણી માટે મોટી સંખ્યામાં ગુજરાતના નેતાઓ પણ પહોંચ્યા હતા, જોકે તેમને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી આગળ વધી ત્યારે નંદિની વિરુદ્ધ અમૂલનો મુદ્દો પણ સામે આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તેને કન્નડ પ્રાઇડ સાથે જોડવામાં સફળ રહી હતી. જેનો ફાયદો રિઝલ્ટમાં જોવા મળ્યો હતો.
અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે