Loksabha Election 2024 : ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી આવી રહી છે. ભાજપ કોને રાજ્યસભા મોકલશે તે હાલ ચર્ચાનો વિષય છે. હંમેશની જેમ ભાજપ કંઈક નવુ કરી શકે છે. ત્યારે હાલ ચર્ચા છે કે, પરસોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં નહિ આવે. સાથે જ ભાજપ મનસુખ માંડવિયાને પણ લોકસભા લડાવવાના મૂડમાં છે. માંડવીયા લોકસભા ચૂંટણી લડે તો ભાવનગરથી કોળી સમાજના ઉમેદવારને રાજ્યસભાની તક મળી શકે છે. તો સાથે જ થિયરી એમ પણ છે કે, દલિત કે આદિવાસી સમાજથી એક મહિલાને ભાજપ રાજ્યસભામાં મોકલી શકે છે. જો પરષોત્તમ રૂપાલાને રિપીટ ના કરાય તો લેઉવા પટેલ સમાજથી અન્યને રાજ્યસભા માટે તક મળી શકે છે. પરંતું આ વચ્ચે મનસુખ માંડવીયાને લોકસભા ચૂંટણી લડવાની ભાજપમાં આંતરિક ચર્ચા ઉઠી છે. જો માંડવિયાને લોકસભા બેઠક અપાય તો કઈ બેઠક આપી શકાય તેના સમીકરણો પર એક નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ માંડવિયાની ચર્ચા તેજ બની 
રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતની રાજનીતિમાં પણ હલચલ વધી રહી છે. વર્તમાન સાંસદ પૈકી કોણ ફરીથી તક મેળવશે અને કોણ નવા ચહેરા સામે આવશે તે ચર્ચામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વિશે થઈ રહેલી ચર્ચા વધુ  રસપ્રદ જણાઈ રહી છે. કોરોનાકાળમાં આરોગ્યમંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલી માંડવિયા પ્રધાનમંત્રી મોદીના ગુડબુકમાં છે. તેઓ તેમના વિશ્વાસુ ગણાય છે. ગુજરાતમાં મુખ્યંમત્રી તરીકે પણ માંડવિયાનું વરંવાર નામ વારંવાર ચર્ચાતું રહ્યું છે. ત્યારે હવે તેમને લોકસભાની ચૂંટણીમાં ઉતરાવામાં આવે તેવી શક્યતા પ્રબળ જણાય છે. લોકસભામાં જો મનસુખ માંડવિયાને ઉમેદવારી કરાય તો કઈ બેઠક હોય તેમાં રાજકીય વર્તુળોમાં મમમતાંતર છે. 


MRI મશીન કૃષિ મંત્રીનો જીવ બચાવવા કામ ન આવ્યું, જામનગરની જીજી હોસ્પિટલમાં ધૂળ ખાય છે


તો માંડવિયાને કઈ બેઠક અપાશે? 
પાલિતાણાના વતની મનસુખ માંડવિયા માટે ભાવનગર જિલ્લાની બેઠક યોગ્ય ગણાય. પણ આ બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજનો મોટો વર્ગ હોવાથી મોટાભાગે આ બેઠક પર આ બંને સમાજને પ્રતિનિધિત્વ મળતુ રહ્યું છે. અલબત્ત અહી પાટીદારોની સંખ્યા પણ એટલી જ નોંધપાત્ર છે. વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને હટાવીને પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાય તો કોળી મતદાર વોટબેંક નારાજ થાય તેવી શક્યતા નકારી શકાય નહિ. આ સંજોગોમાં ભાજપ સુરેન્દ્રનગર અને રાજકોટ એમ બે બેઠક કોળી ઉમેદવારને ફાળવી કોળી વોટબેંક જાળવી રાખે તેવી ગણતરી હાલ મૂકાઈ રહી છે. 


આમ આદમી પાર્ટીએ ગુજરાતમા 2 લોકસભા બેઠક પર ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ કોને મળી ટિકિટ


માંડવિયા પેરાશૂટ ઉમેદવાર પણ બની શકે છે 
બીજી શક્યતા અમરેલી લોકસભા બેઠક માટે જોવાઈ રહી છે. અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયા સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડી રહ્યાં છે. કેટલાક વિવાદ અને ખાસ તો એકધારી ત્રણ ટર્મથી ચૂંટાતા હોવાના બે કારણોસર કાછડિયાને પસંદ કરવામાં ન આવે તેવી પ્રબળ શક્યતા છે. વળી અમરેલી જિલ્લો પાટીદાર પ્રભુત્વ ધરાવતો મતવિસ્તાર છે. અમરેલી સાંસદ તરીકે છેલ્લા 30 વર્ષથી પાટીદાર ઉમેદવાર પસંદ થતા આવ્યા છે. તે જોતા મનસુખ માંડવિયાને અહીં લોકસભા ઉમેદવારી કરવાની હોય તો અમરેલી બેઠક ર્નિવિવાદ અને સલામત બની શકે છે. અહી તેઓ પેરાશૂટ ઉમેદવારની છાપ તરીકે આવે તો તેની શક્યતા નકારી શકાય નહિ. મોદીના નામે મત પડતા હોય તો પેરાશૂટ ઉમેદવાર હોય તો પણ ચાલી જાય. ઉપરથી મનસુખ માંડવિયા જેવા દમદાર અને વડાપ્રધાનના માનીતા નેતા સાંસદ તરીકે આવતા હોય તો જિલ્લાનું સંગઠન પણ તેમને પ્રેમથી આવકારે. 


આમ આદમી પાર્ટીએ ગુજરાતમા 2 લોકસભા બેઠક પર ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ કોને મળી ટિકિટ