Gujarat BJP : ગણતરીના કલાકોમાં જ ભાજપ પોતાના 100 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેશે. ગુજરાતમાંથી પણ નામ માટે મહામંથન લાંબુ ચાલ્યું છે. રાજ્યમાં રૂપાણી, નીતિન પટેલ, માંડવિયા અને રૂપાલાના નામ ચાલ્યા છે પણ ભાજપ ટિકિટ આપે છે કે હાલમાં ફક્ત પતંગ ચગાવે છે એ તો આગામી સમય જ કહેશે. મોદીએ સ્પષ્ટ કહ્યું છેકે જ્યાં સુધી નામ જાહેર ન થાય ત્યાં સુધી ફાયનલ ન સમજવું અને જાહેર થયા બાદ પણ 2 વાર ચેક કરવું કે ખોટું લિસ્ટ તો જાહેર થયું નથી. ભાજપ જેના પતંગ ચગે એની દોરી કાપી નાખે છે એ શિરસ્તો રહ્યો છે. એટલે જ ગુજરાતમાં હાલમાં અમિત શાહની ગાંધીનગર બેઠક સિવાય એક પણ નામ ફાયનલ નથી. ફક્ત જામનગરથી પૂનમ માડમ અને વિનોદ ચાવડાને ભાજપ રીપિટ કરી શકે છે. આ સિવાય એક પણ નેતા છાતી ઠોકીને એમ કહી શકતો નથી કે તે રીપિટ થશે. ભાજપમાં જૂથવાદ છે એ સૌ કોઈ જાણે છે. હાલમાં દરેક જૂથ પોતાના માનિતાને ટિકિટ મળે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે મોટા શહેરમાં પૂરબહારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યાં છે. ગુજરાત એ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ હોવાને પગલે ભાજપ અહીં ૨૬માંથી ૨૬ બેઠકો જીતવા માગે છે. લોકસભાની ચૂંટણીમાં હાલમાં અમિત શાહ અને પાટીલ સિવાય કોઈની પણ ટિકિટ ફાઈનલ નથી. ભાજપ પ્રધાનો પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ રાજ્યસભામાં રિપીટ નહીં કરે તો લોકસભાની ચૂંટણી લડાવે તેવી સંભાવના છે. એટલે આ બંનેના નામ ભાવનગર, રાજકોટ અને અમરેલી બેઠક પર ચર્ચામાં છે. હવે ફાયનલ જાહેરાત થાય બાદમાં જ સ્થિતિ સ્પષ્ટ થશે. રાજ્યમાં પોરબંદર બેઠક પરથી રૂપાણી અને મહેસાણા બેઠક પરથી નીતિન પટેલના નામની પણ હવા છે. ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨માંથી અંદાજિત ૭૨ જેટલા ધારાસભ્યોને જ રિપીટ કર્યા હતા જ્યારે ૧૧૦ જેટલા ધારાસભ્યોનો ‘રિપીટ થિયરી’નો ભોગ બન્યા હતા. ગુજરાતમાં પણ 26માંથી 20 સાંસદોની ટિકિટ કપાય તેવી સંભાવના છે. ભાજપ યુવા અને મહિલાઓને આગળ કરવા માગે છે. 


ભાજપનો મોટો નિર્ણય : ધારાસભ્યોને નહિ લડાવાય લોકસભા, તો કયા સમાજના નેતાને મળશે ટિકિટ એ થઈ ગયુ નક્કી


આમની ટિકિટ ફાયનલ


  • અમિત શાહ ભાજપ ગાંધીનગર        

  • સીઆર પાટીલ ભાજપ નવસારી

  • ફરી રિપીટ થવાના ચાન્સ

  • પુનમબેન માડમ ભાજપ જામનગર 

  • વિનોદભાઈ ચાવડા ભાજપ કચ્છ 

  • મિતેષ પટેલ - આણંદ


ભાજપની પહેલી યાદી કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. પરંતુ તે પહેલા અનેક નામ ચર્ચામાં આવી ગયા છે. ગુજરાતની સીટ પર એવા એવા નામ આવશે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય...તો એવા પણ નામ છે જેઓ 2019માં ચૂંટણી લડ્યા હતા અને 2024માં ફરી એકવાર ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે. જો કે અનેક સાંસદના આ વખતે પત્તા કપાવવાના પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. 


આટલો મોટો દેશ છે, પણ ગુજરાતમાં જ કેમ પકડાય છે ડ્રગ્સ? સળગતા સવાલનો જવાબ


કોની કપાશે ટિકિટ


  • દેવુસિંહ ચૌહાણ  ખેડા 

  • રાજેશભાઈ ચુડાસમા  જુનાગઢ 

  • ભરતસિંહ ડાભી ઠાકોર પાટણ 

  • શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ  સુરત

  • ડૉ. કિરિટભાઈ સોલંકી  અમદાવાદ પશ્ચિમ 

  •  ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા સુરેન્દ્રનગર

  •  ડૉ. ભારતીબેન શિયાળ  ભાવનગર 

  • ડૉ. કેસી પટેલ  વલસાડ 

  • જશ્વંત સિંહ ભાભોર  દાહોદ 

  • નારણભાઈ કાછડીયા  અમરેલી 

  • મોહનભાઈ કુંડારિયા રાજકોટ 

  • મનસુખભાઈ વસાવા  ભરૂચ 

  • પરબત ભાઈ પટેલ  બનાસકાંઠા 

  • પરભુભાઈ વસાવા  બારડોલી 

  • હસમુખભાઈ સોમાભાઈ પટેલ  અમદાવાદ પૂર્વ 

  • મિતેશભાઈ પટેલ  આણંદ 

  • રમેશ ધડુક પોરબંદર 

  • રંજનબેન ભટ્ટ  વડોદરા 

  • રતનસિંહ મગનસિંહ રાઠોડ  પંચમહાલ 

  • દિપસિંહ રાઠોડ  સાબરકાંઠા 

  • ગીતાબેન રાઠવા  છોટા ઉદેપુર 

  • શારદાબેન પટેલ  મહેસાણા


ગુજરાત માટે આગામી 48 કલાક કપરા જશે : આ જિલ્લાઓમાં છે ભારેથી અતિભારે વરસાદની આગાહી


ગુજરાત ભાજપ પાસે ૫૦થી ૭૦ વર્ષની ઉંમર ધરાવતા ૧૭થી વધુ સાંસદો છે, જેમાં ચાર મહિલા સાંસદનો પણ સમાવેશ થાય છે. આમ લોકસભાના ૨૩ સાંસદ ૫૦ પ્લસના છે. આમ લોકસભામાં ભાજપ જૂના જોગીઓનો સહારો લેશે. ભાજપ ૭૦ પ્લસ ઉંમરના નેતાઓને ફરી રિપીટ ના કરે તો ગુજરાતના છ સાંસદની ટિકિટ કપાઈ શકે છે, જેમાં બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ, મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલ જેઓ પોતે જ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, વલસાડ બેઠક પરથી ડૉ. કે. સી. પટેલ, અમદાવાદ પશ્વિમ બેઠક પરથી કિરીટ સોલંકી, રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા, સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડને ફરિવાર ટિકિટ મળવી મુશ્કેલ દેખાઈ રહી છે. ખૂબ ટૂંકા સમયમાં ભાજપની યાદી જાહેર થવાની સંભાવના છે. આ યાદીમાં કયા દાવેદાર ઉમેદવાર બને છે અને કયા સાંસદ પૂર્વ સાંસદ બની જશે તેની આતુરતા સૌ કોઈને છે. ત્યારે જોવાનું રહેશે કે 2024માં ભાજપના ચિરાગમાંથી કયો જીન નીકળે છે?


જેના નામ નક્કી છે તેવા ઉમેદવારની વાત કરીએ તો, ગાંધીનગર લોકસભા બેઠકથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો 2019માં દેશમાં સૌથી વધુ લીડથી જીતેલા સી.આર.પાટીલનું નામ નવસારીથી નક્કી મનાઈ રહ્યું છે. આ બન્ને બેઠકની જાહેરાત પહેલી યાદીમાં થઈ શકે છે. જોકે, ભાજપ એ હંમેશાં ચોંકાવવા માટે જાણીતો છે કોથળામાંથી બિલાડું કેવું નીકળે છે એ તો યાદી જાહેર થયા બાદ જ ફાયનલ થશે પણ હાલમાં ગુજરાતમાં નેતાઓના મનમાં લડ્ડું ફૂટી રહ્યાં છે.


ગુજરાતના આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર તૂટી પડ્યો વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ