આટલો મોટો દેશ છે, પણ ગુજરાતમાં જ કેમ પકડાય છે ડ્રગ્સ? સળગતા સવાલનો જવાબ
Drug Trafficking : ગુજરાતની સમુદ્રી સીમા પર ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. એકાધ કિલોનો કટ્ટો બટ્ટો નહિ, 3300 કિલોનું ચરસ પકડાયું. ઓપરેશનમાં નેવીની સાથે સાથે NCB અને ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કોવડ (ATS) પણ સામેલ હતું
Trending Photos
Drugs Gujarat Connection : છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે, ગુજરાતના દરિયા કાંઠે ડ્રગ્સ પકડાયું છે. આ માહિતી ખુદ સરકાર આપે છે. તાજેતરમાં જ 3300 કિલોનો મોટો જથ્થો પકડાયો. ગત કેટલાક વર્ષોમાં ગુજરાતના દરિયા કાંઠે મોટી માત્રામાં નશીલા પદાર્થો જપ્ત કરવામા આવી રહ્યાં છે. મોટાભાગના ગુજરાતના કચ્છ, જામનગર, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતથી જપ્ત થાય છે. પરંતુ સવાલ એ છે કે આટલું ડ્રગ્સ ગુજરાતમાં કેવી રીતે આવે છે અને ક્યાંથી આવે છે. ગુજરાતમાં તેને કોણ ખરીદે છે અને કોણ વેચે છે. ચાલો જાણીએ.
આ માહિતી પર એક નજર કરીએ. ભારતના દરિયાની લંબાઈ લગભગ 7517 કિલોમીટર છે. જેમાં બંગાળની ખાડીમાં આવેલ અંદામાન અને નિકોબાર ટાપુ અને સાગરમા લક્ષદ્વીપ ટાપુની લંબાઈ પણ તેમા સામેલ છે. આ ટાપુને માપીએ તો લંબાઈ 6100 કિલોમીટરની થાય છે. જો ભારતમા આટલો મોટો દરિયો હોય તો પછી ગુજરાતમાં જ કેમ ડ્રગ્સ આવે છે. ગુજરાતમાં ડ્રગ્સ આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓરિસ્સા અને બંગાળ પાસે પણ દરિયો છે, તો આ રાજ્યોમાં કેમ ડ્રગ્સ આવતુ નથી તેવા સવાલો તમને અનેકવાર થતા હશે.
ત્રણ દેશોનો મોટો રોલ
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન આ ત્રણેય દેશોમાં ડ્રગ્સનું મોટું પ્રોડક્શન થાય છે. આ ભાગ નક્શા પર મળીને એક આકૃતિ તૈયાર કરે છે. જેને ડ્રગ્સ માફિયાની ભાષામાં ગોલ્ડન ક્રેસન્ટ એટલે કે સોનેરી અર્ધચંદ્ર કહેવાય છે. ખબરો અનુસાર, ક્રેસન્ટ દુનિયાભરમાં 80 ટકા હેરોઈન પેદા કરે છે. ક્રેસન્ટ પહેલા આ ઈજારો ગોલ્ડન ટ્રાયેન્ગલ પાસે હતો. જે ભારતના પૂર્વોત્તર રહેલા મ્યાનમાર, થાઈલેન્ડ અને લાઓસ મળીને બનાવે છે. તેઓ દુનિયાભરમાં હેરોઈન બનાવે છે. હેરાઈન બનાવી તો લીધું, પરંતુ તેને દુનિયાભરમાં મોકલવાનું પણ હોય છે. તેથી તેનુ સ્મગલીંગ કરવામા આવે છે.
આ સ્મગલીંગ કેવુ હોય છે તેના પર એક નજર કરીએ. પહેલા ગુજરાતના દરિયા કાંઠાના સમજી લઈએ. ગુજરાતના ભાગમાં 1640 કિલોમીટર લાંબો દરિયો છે. ગુજરાત પાસે 144 નાના-મોટા ટાપુ છે. 22 સમુદ્રી પોલીસ સ્ટેશન છે. જો તમે ગુજરાતના દરિયાથી સમુદ્રમાં થોડા આગળ વધો, તો થોડી વારમાં જ પાકિસ્તાનની સમુદ્રી સીમા આવી જાય છે. આ વિસ્તારની સુરક્ષા કોસ્ટગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય નૌ સેનાના અધિકારીઓ મળીને કરે છે. આ સીમા પર એનસીબી અને ગુજરાત એટીએસના અધિકારી પણ એક્ટિવ રહે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોલ્ડન ક્રેસન્ટમાં જે ડ્રગ્સ બને છે, તેના ટ્રાન્સપોર્ટની જવાબદારી પાકિસ્તાન અને ઈરાન સંભાળે છે. પાકિસ્તાનનું કરાંચી પોર્ટ અને ઈરાનનું ચાબહાર પોર્ટ તેમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. તમે આ વિસ્તારોથી જ્યારે ભારતમાં સમુદ્ર તરફ આગળ વધો તો સૌથી પહેલા ગુજરાતનો રસ્તો આવે છે. આ કારણે ડ્રગ્સની ખેપ ટ્રાન્સપોર્ટ માટે ગુજરાતથી પસાર થઈને આગળ મુસાફરી કરે છે.
અધિકારીઓ પણ કહે છે કે, ગોલ્ડન ક્રેસન્ટ જે ડ્રગ્સની ખેપ ગુજરાત તરફ આવે છે, જરૂરી નથી કે તેનો ઉપયોગ ભારતમાં જ થાય છે. જો તેનો ઉપયોગ ભારતમાં થતો નથી તો તે સમુદ્રમાં ડ્રગ્સની ખેપને બીજી બોટમાં ટ્રાન્સફર કરી દેવાય છે. જો ભારતમાં તેનો ઉપયોગ થવાનો હોય છે, તો તે હાલના ડ્રગ્સ હેન્ડલર તેને દેશની સીમાની અંદર પુશ કરવાનો પ્રયાસ કરે છે. જો આ દરમિયાન તસ્કરો અને ડ્રગ્સ માફિયાથી ભૂલ થઈ જાય તો તે સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડાઈ જાય છે.
બીજી તરફ, ગુજરાતના ભૂગોળને પણ સમજી લેવાનું જરૂરી છે. ગુજરાતના કયા ભાગનો ડ્રગ્સ માફિયા ઉપયોગ કરે છે તે જાણો. ગુજરાતનો નક્શો ધ્યાનથી જોશો તો સમુદ્રમાં રાજ્યના બે ભાગ દેખાય છે. ઉપરવાળો હિસ્સો કચ્છનો છે, અને નીચેવાળો ભાગ સૌરાષ્ટ્રનો. આ બે વચ્ચે જે સંકોચાયેલો સમુદ્રનો ભાગ દેખાય છે તેને કચ્છની ખાડી કહેવાય છે. મોટાભાગે ડ્રગ્સની અવરજવર કરવા માટે આ નીચેના ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે