Sanantan Dharma પંચમહાલ : સાળંગપુરમાં હનુમાનજી ભગવાનના ભીંતચિત્રોના વિવાદ શમવાનુ નામ નથી લઈ રહ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. ત્યારે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વિવાદિત નિવેદનનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ફતેસિંહ ચૌહાણે વિવાદિત ટિપ્પણી કરી છે. આમ, વિવાદિત નિવેદનબાજીમાં વધુ એક ઉમેરો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સ્વામીનારાયણ સંપ્રદાય અંગેની ટિપ્પણી અંગેનો આ વીડિયા હાલ ચર્ચા જગાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે 'ના' કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે. 


રંગીન મિજાજી સ્વભાવને કારણે વહુએ લીધો સસરાનો ફાયદો, ઘરના પ્રાઈવેટ રૂમમા થતા રંગરેલિય


 


રાજકોટમાં મેયરના મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ, પત્નીને મેયર બનાવવા પતિદેવો મેદાને


ગઈકાલે એક વીડિયો થયો હતો વાયરલ
રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હ્યો છે. જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવું ભાષણ આપી રહ્યાં છે. તેઓએ હિન્દુ દેવી દેવતાઓના તિરસ્કારનું આહવાન કર્યુ છે. સાથે જ તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, આ સ્વામીનારાયણ ભગવાનનો આદેશ સમજો. સ્વામીનારાયણ અલગ ધર્મ બનાવવાનો છે. સ્વામીનારાયણ ભગવાન સનાતનથી નારાજ થયા છે. આ સિવાય તેઓએ તમામ ધર્માના લોકોએ એકઠા થવાની અપીલ કરી છે,. તેમજ અન્ય ધર્મના લોકોને સ્વામીનારાયણ ધર્મમાં જોડાવા આહવાન કર્યું છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છએ કે, બીજા અન્ય ધર્મના લોકો મને મળો. ભગવાન તમારા દુખ અને રોગ બધુ જ મટાડી દેશે. આપણે મંદિરોમાંથી દેવી દેવતાઓને નીકાળી દેવાના છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીનો આ વીડિયો વિવાદમાં વધુ ઘી રેડે અને આગ પ્રસરાવે તેવો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવુ લાગે છે. 


રીલ્સ બનાવવા આર્ટસ ફેકલ્ટીના ગુંબજ પર ચઢ્યો વિદ્યાર્થી, 144 ફૂટ ઉપર ચઢી જીવ જોખમમાં