રાજકોટમાં મેયરના મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ, પત્નીને મેયર બનાવવા પતિદેવો મેદાને પડ્યા

Rajkot New Mayor : મેયર જેવા મહત્વના પદ માટે સામાન્ય મહિલાનો વારો હોવાથી ૩૪ જેટલા મહિલા કોર્પોરેટરોમાંથી અડધો ડઝન મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી ચાલી રહી છે... આવતીકાલે થશે નામોની જાહેરાત
 

રાજકોટમાં મેયરના મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ, પત્નીને મેયર બનાવવા પતિદેવો મેદાને પડ્યા

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકામાં મેયર અને નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરને આવતી કાલે નવા મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત કરાશે. હાલ આ મુદ્દે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં મેયરના મલાઈદાર પદ માટે કોને લોટરી લાગશે તેના પર સૌની નજર છે. પરંતુ હવે રાજકોટના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકોટના નવા મેયરને લઈને લોબિંગનો ધમધમાટ શરૂ થઈ ગયું છે. મહિલા નગરસેવકોના પતિદેવો દ્વારા ધારાસભ્યો, સાંસદો સુધી ભલામણો શરૂ કરી દેવાઈ છે. 

કોણ છે મેયર પદના દાવેદારો ?
(૧) ડો. દર્શનાબેન પંડ્યા
(૨) જ્યોત્સનાબેન ટીલાળા
(૩) નયનાબેન પેઢડિયા
(૪) ભારતીબેન પરસાણા
(૫) વર્ષાબેન રાણપરા

કોણ છે ડેપ્યુટી મેયર પદના દાવેદારો ?
(૧) નીતિન રામાણી
(૨) ચેતન સુરેજા
(૩) ડો. અલ્પેશ મોરઝરીયા
(૪) પરેશ પીપળિયા
(૫) નિલેશ જલું

કોણ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદના દાવેદારો ?
(૧) મનીષ રાડીયા
(૨) દેવાંગ માંકડ
(૩) અશ્વિન પાંભર
(૪) નેહલ શુક્લ
(૫) જયમીન ઠાકર

કોણ છે શાસક પક્ષના નેતાના દાવેદારો ?
(૧) નરેન્દ્રસિંહ વાઘેલા
(૨) નિલેશ જલું
(૩) બાબુ ઉધરેજા
(૪) કેતન પટેલ
(૫) નીતિન રામાણી

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સાશક પક્ષના નેતા અને દંડકની અઢી વર્ષની ટર્મ 12 તારીખે પૂર્ણ થઈ રહી છે. સત્તાધારી ભાજપમાં પદવાંચ્છુંઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા જામી છે. મેયર જેવા મહત્વના પદ માટે સામાન્ય મહિલાનો વારો હોવાથી ૩૪ જેટલા મહિલા કોર્પોરેટરોમાંથી અડધો ડઝન મહિલા કોર્પોરેટરો વચ્ચે રસાકસી ચાલી રહી છે. આવતીકાલે પ્રદેશ ભાજપમાંથી બંધ કવરમાં આવેલા નામો ખૂલશે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર સૌ કોઈની નજર છે. 

સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો નક્કી થયા બાદ જેમાંથી ચેરમેન ચૂંટવામાં આવશે. 15 જેટલી સમિતિઓમાં પણ મહત્વની ગણાતી સમિતિઓ માટે પણ પડાપડી થઈ રહી છે. જ્ઞાતિ અને શિક્ષણને ધ્યાનમાં રાખીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. આગામી લોકસભાની ચૂંટણી અને કોર્પોરેશનની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી હોશિયાર, અનુભવી અને વહીવટના અનુભવનો ખ્યાલ રાખવામાં આવશે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં અગાઉ હોદ્દાઓ ભોગવી ચુક્યા છે તેવાને નો-રિપીટ કરવા નિર્ણય થી કેટલાયના ગણીત વિખાઈ ગયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news