Gandhinagar News : એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે। વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એકથી વધુ વખત મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા દસ્તાવેજો રજૂ કરી ખેડૂત બન્યાં છે. રમણ વોરાએ ખોટા દસ્તાવેજો આધારે ગાંધીનગર જીલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ ઉઠ્યા હતા. ત્યારે આ કેસમાં હવે ધારાસભ્યનો નવો કાંડ સામે આવ્યો છે. સરકારી લાભ મેળવવા ભાજપના નેતા બોગસ ખેડૂત બન્યા છે. ત્યારે રમણ વોરાએ ખેડૂતનુ પ્રમાણપત્ર મેળવવા ભાઈના નામ પણ નકલી દર્શાવી દીધા હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાઈના નામ જ જુદા નીકળ્યા
વડાલી તાલુકાના જેતપુર ગામના રહેવાસી રાજુભાઇ પટેલે આરટીઆઈ કરી હતી. તેના જવાબમાં અનેક મોટા ખુલાસા થયા છે. જેમ કે, રમણ વોરાએ પાલેજમાં જે ખેતીની જમીન ખરીદી છે. રમણ વોરાએ આ જમીન માટે જે પુરાવા રજૂ કર્યાં છે તેમાં ઓગણજ ગામમાં સર્વે.719-3 અને ખાતા નંબર 347માં રમણભાઇ ઇશ્વરભાઇના નામે 0-79-81 ક્ષેત્રફળ સાથે ખેતીની જમીન દર્શાવી છે. હવે વાત એમ છે કે, રમણ વોરાના ખેડૂતના પ્રમાણપત્રમાં ધારાસભ્યના ભાઇ તરીકે નરસિંહભાઇ ઇશ્વરભાઇ, નટવરભાઇ ઇશ્વરભાઇ, નરોત્તમભાઇ ઇશ્વરભાઇ દર્શાવાયા છે. હકીકતમાં ધારાસભ્યના ભાઇના નામ કઇંક જુદા છે. 


ગુજરાતમાં જોવા મળશે વાવાઝોડાની સાઈડ ઈફેક્ટ, ભરશિયાળે આ જિલ્લાઓમાં આવશે વરસાદ, અંબાલાલની છે આગાહી


બીજો મુદ્દો એ પણ છે કે, રમણ વોરાના ભાઇના નામ ડાહ્યાભાઇ ઇશ્વરભાઇ, હીરાભાઇ ઇશ્વરભાઇ, મોતીભાઇ ઇશ્વરભાઇ, સોમાભાઇ ઇશ્વરભાઇ છે. આ ઉપરાંત આખાય ખેડૂતના પ્રમાણપત્રમાં ‘વોરા’ જ અટક જ ગાયબ છે. હવે સવાલ એ છે કે, પ્રમાણપત્રમાં વોરા અટક ગાયબ કરવા પાછળનું શું કારણ છે. 


શું છે સમગ્ર મુદ્દો
આ સમગ્ર મુદ્દો રમણ વોરાએ ખરીદેલી એક જમીન માટેનો છે. જેમાં તેમણે ગાંધીનગર જિલ્લામાં પાલેજ ગામમાં સરવે નંબર 261 માં જમીન ખરીદી હતી. આ જમીન તેમને વારસામાં નથી મળી તેવી તેમણે એફિડેવિટમાં સ્પષ્ટતા કરી હતી. ત્યારે હવે રમણ વોરાના જમીન કૌભાંડો ખૂલીને બહાર આવી રહ્યાં છે.


હવે ચર્ચા એવી થઈ રહી છે કે, પોતાના કૌભાંડો ખૂલતા જ રમણ વોરાએ રાજકીય શરણ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. આ માટે ધારાસભ્યોએ દિલ્હીમાં આંટાફેરા મારવાનું પણ શરૂ કર્યું છે. રમણ વોરા માટે મોટી માથાકૂટ એ છે કે, ભાજપના જ નેતાઓ તેમના વિરોધમાં પડ્યા છે અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ મામલે કમલમ સુધી ફરિયાદ કરાઈ છે. ત્યારે ધારાસભ્યના નિયમોને નેવે મૂકીને ખેડૂત બનવાના અભરખા તેમને ભારે પડી શકે છે.


ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો