કોણ આપે છે આ પાવર! ભાજપના MLAના પુત્રના આર્મી ટેન્ક પર સીન સપાટા, વીડિયો વાયરલ
BJP MLA Virendra Singh Jadeja Son Trending Reel : ગુજરાતના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેના પર આરોપ લાગ્યો કે, તેણે સેનાના ટેન્ક પર બેસીને વીડિયો શૂટ કર્યો... આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયો છે, જે વાયરલ થયા બાદ સવાલો પેદા થયા છે
BJP MLA Son Instagram Reel Shoot: ગુજરાતમાં ભાજપના નેતા હો તો તમામ મંજૂરીઓ આપોઆપ મળી જાય છે. ગળામાં કેસરિયો ખેસ પહેરનાર રાજા હોય એવા ગુમાનમાં રહે છે. ગુજરાત BJP MLA વીરેન્દ્ર સિંહ જાડેજાનો દીકરો ફરી એકવાર સમાચારમાં છે. આરોપ છે કે ધારાસભ્યના પુત્ર જયદીપસિંહ જાડેજાએ પહેલા આર્મી ટેન્ક પર બેસીને વીડિયો શૂટ કર્યો હતો અને પછી તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે મંજૂરી કોણે આપી? સેનાના કયા અધિકારીઓને જી હજૂરી કરવાની ટેવ પડી છે. ટેન્ક એ સંવેદનશીલ છે જેની પર બેસીને ધારાસભ્યનો દીકરો સૈસ સપાટા કરી રહ્યો છે.
ગુજરાતનો કચ્છ જિલ્લો પાકિસ્તાનની નજીક હોવાને કારણે અત્યંત સંવેદનશીલ ગણાય છે. BSF અહીંની તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે. તમામ બાબતોની વચ્ચે ગુજરાત ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો આર્મી ટેન્કની ઉપર શૂટ કરવામાં આવ્યો છે. આ પછી તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. રીલ માટે આર્મી ટેન્કનો ઉપયોગ કરવાને લઈને આખરે કોણે મંજૂરી આપી તે અંગે વિવાદ ઉભો થયો છે. સેના સાથે સંવેદનશીલ વિસ્તારમાં ટેન્ક પર બેસીને ફરવા જવાની કોને લીલીઝંડી આપે એ સૌથી મોટો સવાલ છે. ભાજપના નેતાના પુત્ર હોય તો શું સેના કેમ સલામો કરવા લાગી છે એ સૌથી મોટો સવાલ છે.
નાના ભાઈના જન્મદિવસ પર મોટાભાઈનું મોત : સુરતમાં ફુગ્ગાએ લીધો 5 વર્ષના બાળકનો જીવ
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યો વીડિયો શેર
કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયદીપ સિંહે વીડિયો શૂટ કર્યા બાદ તેને ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ અપલોડ કરી હતી.આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે સેનાની ટેન્ક પર વીડિયો શૂટ કરવાની મંજૂરી કોણે આપી? આ સમગ્ર વિવાદમાં એવી ચર્ચા છે કે કચ્છમાં ધારાસભ્યનો પુત્ર આર્મી ટેન્ક પર બેસી પિકનિક માટે ગયો હતો. આ વીડિયો એ સમયગાળા દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે.
ચારણ અને આહીરને મામા ભાણેજનો સબંધ કેમ ગણાય છે? સદીઓની પરંપરા પાછળ છે રસપ્રદ ઈતિહાસ