બિન્દાસ બોલતા મનસુખ વસાવાનું વધુ એક વિવાદિત નિવેદન, બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ મુદ્દે કહી મોટી વાત
BJP MP Mansukh Vasava Controversial Statement : ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું વધુ એક વિવાદિત નિવેદન.. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેચાણ મામલે કર્યા પ્રહાર
Bharuch News : ભાજપના સાંસદ મનસુખ વસાવા આક્રમક નિવેદનો આપવા માટે પ્રખ્યાત છે. ક્યારેક તેઓ જાહેરમાં બળાપો કરે છે, ક્યારેક વિવાદિત નિવેદન કરે છે, તો ક્યારેક અધિકારીઓને ખખડાવતા દેખાય છે. પરંતુ રાજકારણમાં તેઓ ભાજપના એકમાત્ર એવા સાંસદ છે જેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તેમણે ફરીથી નિવેદન આપ્યું કે, હું ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે અને પોલીસ મળેલી છે. પછી ભલે મને ટિકિટ ન મળે તો પણ હું તો તાકાતથી બોલીશ.
સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ઉમરાણ ગામે પુલ ના ખાતમુહૂર્ત પ્રસંગે ફરી ટકોર કરી કે, હું લોકસભામાં ટિકિટ મળે કે ના મળે ચિંતા નથી કરતો. ટિકિટ નહિ મળે તો સમાજ માટે વધારે તાકાતથી બોલીશ. ભગવાનને પ્રાર્થના કરું કે મને રાવણ જેવું ઘમંડ ના આપે, પરંતું સાચું તો બોલીશ જ. દારૂ જુગાર ના અડ્ડા ચાલવાથી દેશનો વિકાસ નથી થવાનો. પોલીસના માણસો બુટલેગરો સાથે મળેલા છે.
ગુજરાતમા આ શું થવા બેઠું છે! 24 કલાકમાં 8 લોકોના હૃદય બંધ પડ્યા, હાર્ટએટેકનો હાહાકાર
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી દારૂને લઇ નિવેદન આપ્યું કે, દારૂથી આદિવાસી સમાજની બરબાદી થવાની છે. સમાજ સુધરવો જોઈએ વ્યસન મુક્ત થવો જોઈએ. સાત વર્ષ પહેલા મેં ચિત્રોલ ગામમાંથી 3 કરોડનો દારૂ પકડ્યો હતો. હું ખુલ્લેઆમ કહું છું દિનેશ બુટલેગર છે, પોલીસના કેટલાક મળેલા છે. જો ભાઈ એક વાત સમજી લેજો આ દૂષણને ડામવા માટે આવું બોલવું પડે. મનસુખ વસાવા જે બોલે છે, તે ભાષા બધાએ બોલવી પડશે. તો જ સમાજ આગળ આવશે.
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિએ આર્થિક પછાતનું સર્ટિફિકેટ કાઢીને દીકરીનું એડમિશન કરાવ્યું
તેમણે આગળ વાત કરતા કહ્યું કે, ઘણી જગ્યાએ દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓ રણચંડી બને છે. અહીં પણ જો એવું હોય તો મારો સંપર્ક કરજો હું તમારી સાથે છું. પાણીના બોર બનાવવા વચેટીયાઓ પૈસા ખાઈ જાય છે, તો બોર કેવા બને લાંબો સમય ન ચાલે તેવા બને. પુલનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે ચૈતર વસાવાએ જે ફરિયાદ કરી છે તેવું અહીંના બનવું જોઈએ તેવી ટકોર આર એન્ડ બીના અધિકારીઓને ટકોર કરી. એજન્સી ગમે તે હોઈ પણ કામ સારું થવું જોઈએ બાકી ખબર છે ને હું કેવો માણસ છું. કરજણના મામલતદારને પૂછી જોજો મારા વિશે.
આમ, ડેડીયાપાડા તાલુકા પંચાયતના નવા પ્રમુખને સાંસદે કહ્યું કે, ટકાવારી વાળાને સાઈડ પર કરી દેવાના ડરવાની કોઈ જરૂર નથી.
તેજ વાવાઝોડું પણ બિપોરજોયની જેમ બદલી શકે છે રસ્તો! અરબી સમુદ્ર તોફાની બનતા ગુજરાતના