Morbi News : મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મોક્ષાર્થે યોજાયેલ કથામાં સી.આર. પાટીલ પહોંચ્યા હતા. નાની વાવડી ગામે કબીરધામ ખાતે હાલ મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. ત્યારે પાટીલે મંચ પરથી કહ્યું હતું કે, કાર્યકર્તાઓમાં ધર્મ ભેરૂતા હોય તો નીતિ ઉપર ચાલશે તો સારા પર મળશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજ રોજ મોરબી કબીરધામ, નાની વાવડી ખાતે  મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહી પૂ. મોરારીબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
    
કથામાં શ્રોતાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ટુંકમાં સબોધન કરતા જણાવ્યું કે, પૂ.મોરારીબાપુની કથામાં મને બાપુના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય આપ્યું તે બદલ કથાના આયોજકોનો હ્રદયથી આભાર.  પૂ. મોરારીબાપુના દર્શન કરીને વિનંતી કરુ છું કે તેમની કથામાં જે રીતે ધર્મનો ઉદ્દેશ આપતા હોય છે, નિતિ પર ચાલવા અને અનિતિથી દુર ચાલવા સંદેશ આપતા હોય છે, વ્યસન મુક્ત તેમજ સમાજને કુરિવાજથી દુર કરવા પૂ. મોરારીબાપુનો પ્રયાસ હરહમેંશ રહેતો હોય છે તેથી આ યજ્ઞ હમેંશા ચાલુ રાખે. કથાકાર પોતાની કથામાં સમાજ સુધારાની વાત રજૂ કરે ત્યારે ખૂબ મોટો પ્રભાવ પડે છે. કથાના કાર્યક્રમમાં જયારે કોઇ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર ભાગ લે છે એટલે તે ઘર્મભીરુ છે. કોઇ પણ કાર્યકર ધર્મભીરુ હોવો જ જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના અચ્છે દિન : અહી રોજ હજારો ભૂખ્યા શ્રમિકો 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમે છે


વર્ષોથી કેનેડા સ્થાયી થયેલા ગુજરાતી બિઝનેસમેન હેમંત શાહે કેનેડાના PM ને લખ્યો પત્ર