વર્ષોથી કેનેડા સ્થાયી થયેલા ગુજરાતી બિઝનેસમેન હેમંત શાહની લાગણી છલકાઈ, કેનેડાના PM ને લખ્યો પત્ર

India Canada Relations : કેનેડામાં રહેતા ગુજરાતી બિઝનસમેન હેમંત શાહે કેનેડીયન PM જસ્ટિન ટ્રૂડોને લખ્યો પત્ર.... ભારત સાથે કેનેડાના સંબંધો સુધારવા માટે કરી અપીલ.... બંને કોમનવેલ્થ દેશોના વચ્ચે વર્ષો જુના સંબંધ હોવાનો કરાયો પત્રમાં ઉલ્લેખ....

વર્ષોથી કેનેડા સ્થાયી થયેલા ગુજરાતી બિઝનેસમેન હેમંત શાહની લાગણી છલકાઈ, કેનેડાના PM ને લખ્યો પત્ર

India Canada Row : ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવ વધી રહ્યો છે. જેની અસર એજ્યુકેશન, વેપાર, વિઝા વગેરે સેક્ટર પર થઈ રહી છે. ત્યારે કેનેડામાં રહેતા ગુજરાતી બિઝનેસમેન હેમંત શાહે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને પત્ર લખ્યો છે. તેઓએ ભારત અને કેનેડાના સંબંધોની સુધારવા અપીલ કરી છે. તેઓએ પત્રમાં ભારત-કેનેડાના વ્યાપારિક સંબંધોના મહત્વ વિશે વાત કરી છે. 

મૂળ ભારતીય અને કેનેડામાં પાંચ દાયકાથી વસતા હેમંતભાઈ શાહે ભારત અને કેનેડાના સંબંધો ફરીથી સુમધુર બને તે માટે અનોખું બીડું ઝડપ્યું છે. કેનેડામાં રહેતા ગુજરાતી બિઝનસમેન હેમંત શાહે કેનેડીયન PM જસ્ટિન ટ્રૂડોને પત્ર લખ્યો છે. જેમાં ભારત સાથે કેનેડાના સંબંધો સુધારવા માટે અપીલ કરી છે. તેમજ બંને કોમનવેલ્થ દેશોના વચ્ચે વર્ષો જુના સંબંધ હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, કેનેડા સાથે ભારતનો વેપાર ઘણો મોટો છે. તેમજ અનેક ભારતીયો કેનેડામાં વસવાટ પણ કરી રહ્યાં છે. 

આ વિશે તેમણે કહ્યું કે, કેનેડા ઈન્ડિયા ટ્રેડ બંને દેશોમાં મહત્વનો છે. તે ધ્યાનમાં રાખીને અમારા કેનેડાના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમને મેં ડેટા આપ્યા છે. એક કેનેડિયન નાગરિક અને બિઝનેસમેન તથા ટેક્સ પેયર તરીકે મને લાગ્યું તે મુજબ મેં તેમને સૂચનો કર્યા છે. કેનેડાનો ભારત સાથેનો વેપાર આજકાલનો નથી, વર્ષો જૂનો છે. કેનેડાએ પાંચ લાખ ટન મસૂર દાળ એક્સપોર્ટ કરી છે. ભારતથી અનેક વિદ્યાર્થીઓ ખાસ કરીને આઈટી પ્રોફેશન્સ અહી આવી રહ્યાં છે. કેનેડાની ઈકોનોમીમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો ફાળો છે. તે ધ્યાનમાં રાખીને મેં તેમને પત્ર લખ્યો છે. જેમાં સૂચન કર્યું કે, કેનેડા ઈન્ડિયા ટ્રેડ રિલેશન માટે બહુ જ મહત્વુ છે. 

કોણ છે હેમંત શાહ
મૂળ કચ્છના અબડાસા તાલુકાના વરડિયા ગામના વતની હેમંત શાહ 50 વર્ષથી કેનેડામાં વસવાટ કરે છે. 1972માં કેનેડા ગયા અને ત્યારથી જ ત્યાં સ્થાયી થયા છે. ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ અને કેનેડા વચ્ચે એ હંમેશા સેતુ બનીને રહ્યા છે. ત્યાં કેનેડા-ઇન્ડિયા ટ્રેડ અને ગુજરાત-ઇન્ડિયા ટ્રેડમાં તેમણે કામ કરેલું છે. તે વખતે ભારતમાં ઇમ્પોર્ટ લાયસન્સ રાજ હતું. જેમાંથી હેમંતભાઈએ બિઝનેસની શરૂઆત કરી. એમનો મૂળ બિઝનેસ તો એગ્રીકલ્ચર હતો. પછી એ એવિએશન તરફ વળ્યા અને તેમની એકેડમીમાં સંખ્યાબંધ યુવક-યુવતીઓને પાયલટ બનાવ્યા. આ દરમિયાન કોર્પોરેટ જેટ વેચ્યા અને તેના મેઇન્ટેનન્સનું કર્યું. આ સિવાય હેમંતભાઈની ક્યુબેક્સ નામની કંપની હતી. જે માઇનિંગ અને ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ બનાવતી હતી. એક સફળ બિઝનેસમેનની સાથે હેમંતભાઈ સામાજિક ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે.

હેમંત શાહ ઈન્ટરનેશનલ ટ્રેડમાં 45 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ ભારતથી કેનેડાના વિનિપેગ જઈને વસ્યા હતા. તેઓ કેનેડા-ભારત ટ્રેડ રિલેશન એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર છે. જે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા કેનેડા(OFIC)ના મેમ્બર . તેઓ વેસ્ટ એશિયા ઈન્ટરનેશનલ માર્કેટ ઑફ માઇનિંગ, ઓઇલ ડ્રીલિંગ ઈક્વિપમેન્ટ કંપની, ક્યૂબેક્સ લિમિટેડના ડાઇરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ કેનેડાના અલગ-અલગ કમિટીના મેમ્બર પણ રહી ચૂક્યા છે. કેનેડા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, વીનિપેગ ચેમ્બર ઑફ કોમર્સ ટ્રેડ ડેવેલોપમેન્ટ કમિટી વગેરેના બોર્ડમાં રહી ચૂક્યા છે. કેનેડા અને ભારત વચ્ચે મજબૂત કડી બનીને બંને દેશો વચ્ચે વેપાર મજબૂત કરવા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન વધારવા બદલ વિનિપેગના મેયર બ્રેઈન બોમેને હેમંતભાઈનું સન્માન કર્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news