Gujarat Politics : લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ બેઠક આપને મળી છે. જેથી ભરૂચ લોકસભા બેઠક અંગેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિવાદ પૂર્ણ થયો છે. તો બીજી તરફ, અહેમદ પટેલના પુત્ર અને પુત્રીના અરમાનો પર પાણી ફર્યુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્નમાં રાચતા હોય તેવું સી. આર. પાટીલે કહ્યું છે. વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં બે જ બેઠક પર લડવાનો નિર્ણય લઈ સારું કર્યું છે એવા પ્રહાર સી. આર. પાટીલે કહ્યું. સાથે જ તેમણે આ ગઠબંધનને લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું. આ ગઠબંધન સફળ નહીં થાય તેવું સી. આર. પાટીલે નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં લાગે છે
કોંગ્રેસ અને આપના ગઠબંધન પર ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીને કહ્યું કે, આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની બે સીટ જીતવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતું કોંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં લાગે છે. 2022 માં લોકસભાની 7માંથી 4 બેઠકોની વિધાનસભાની બેઠકો પર આપની ડિપોઝીટ જમા થઈ હતી. ત્યારે હવે ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આપ પ્રયાસ કરી રહ્યું છે. ભાવનગર વર્ષોથી ભાજપની મજબૂત સીટ છે. 


અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું, મુમતાઝ-ફૈઝલ હવે શું કરશે?


ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે આ રાક્ષસી છોડ, ગાંધીનગરના કિસ્સાથી ચેતી જજો