ગુજરાતની ચૂંટણીમાં ભાજપી નેતાઓએ પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી, હવે ખુલી પોલ
Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓનું હવે આવી બનશે, ભાજપે એક્શન લેવાનું નક્કી કરી લીધું છે... હવે એ ફરિયાદોનું લિસ્ટ 600 એ પહોંચ્યું છે
Gujarat Assembly Election : ગુજરાતમાં હવે ધીમેધીમે ભાજપ ફરી કડકકાઈથી કામગીરી કરવા લાગ્યું છે. ભાજપની શિસ્તબધ્ધ પક્ષ ભાજપની શિસ્ત સમિતિને ૬૦૦ ફરિયાદો મળી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા મળ્યું કે, ભાજપના ઉમેદવારને હરાવવા ખુદ પક્ષના નેતા અને કાર્યકરો મેદાને પડ્યા હતાં. એટલુ જ નહીં, પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી હતી. ભાજપ શિસ્તબધ્ધ પાર્ટી તરીકે ઓળખ ધરાવે છે, પણ ચૂંટણી દરમિયાન ભાજપના નેતા-કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી હતી. આ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાં વિરુધ્ધ શિસ્ત સમિતિને 600 ફરિયાદો મળી છે. ભાજપમા જ કેટલાક નારાજ નેતાઓએ ભરપૂર પ્રયાસો કર્યા હતા, પણ કોઈની કારી ફાવી નથી. આખરે ભાજપ વિજેતા થયું છે, પણ હવે ભાજપ પાર્ટી વિરોધી કામગીરી કરનારા તત્વો સામે કાયદેસરની કાયવાહી કરવાના મૂડમાં છે.
ફરિયાદોનું લિસ્ટ 600 એ પહોંચ્યું
આ ચૂંટણી પહેલાં પહેલીવાર ભાજપ સામે અવાજ ઉઠ્યો હતો. જેને પગલે ભાજપે 60થી વધારે કાર્યકર અને નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. મોદી અને અમિત શાહના નિર્ણય સામે અવાજ ઉઠતાં ભાજપે આ મામલો કડકાઈથી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે ભાજપે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. ચૂંટણી પહેલાં ભાજપમાં જ આંતરિક વિખવાદ ભભૂક્યો હતો, જેના કારણે ચૂંટણી વખતે ભાજપના જ ઉમેદવારને હરાવવા માટે પક્ષના નેતા કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી હતી. કેટલાંક તો ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા હતાં. ખુદ ભાજપના જ ઉમેદવારોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા સામે પગલાં ભરવા ભલામણો કરી છે, તે જોતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બધાય જિલ્લા ભાજપ પ્રમુખો પાસેથી વિગતો મંગાવવામાં આવી હતી. હવે એ ફરિયાદોનું લિસ્ટ 600 એ પહોંચ્યું છે.
આ પણ વાંચો :
ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે, 10 શહેરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે આવી છે નવી આગાહી
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતી મામલે આવ્યા મોટા સમાચાર, આ લોકો નહીં આપી શકે પરીક્ષા
વાહ રે સરકાર! જળાશય બન્યું પણ કેનાલ કાગળમાં જ રહી ગઈ, 15 ગામના ખેડૂતોને પાણીનાં વલખા
ભાજપમાં કોના માથે આ ઠીકરું ફૂટે છે
ભાજપ પ્રદેશ નેતાગીરીએ પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાના વડપણ હેઠળ એક શિસ્ત સમિતિની રચના કરી છે. આગામી 10 મી જાન્યુઆરીએ આ શિસ્ત સમિતીની બેઠક યોજાનાર છે. હવે સવાલ એ છે કે, પક્ષવિરોધીઓ સામે કડક પગલાં લેવાશે કે પછી માત્ર ઠપકો આપીને રાજકીય ડ્રામા કરાશે? કમલમમાં ચર્ચા છે કે, બધાય પક્ષવિરોધીઓ સામે પગલા ભરવાનુ ભાજપને પોષાય તેમ નથી. આ જોતા ફરિયાદી અને પક્ષવિરોધીને સાંભળીને શિસ્ત સમિતી પ્રદેશ પ્રમુખને અહેવાલ આપશે તે આધારે પક્ષ વિરોધીઓ સામે પગલાં ભરાશે. હવે તો આગામી સમય જ બતાવશે કે ભાજપમાં કોના માથે આ ઠીકરું ફૂટે છે પણ જેમને ફરિયાદો કરી છે એ રાજી છે કારણ કે હાશ હવે પાર્ટી પગલાં તો ભરશે.
આ પણ વાંચો : એક અમદાવાદીએ શોખથી આખું મ્યૂઝિયમ ઉભુ કર્યું અને કહે છે, શોખની કોઇ કિમત નથી હોતી