વાહ રે સરકાર! જળાશય બની ગયું પણ કેનાલ કાગળમાં જ રહી ગઈ, 15 ગામના ખેડૂતોને પાણીનાં વલખાં

Gujarat Government : ભરોસોની સરકાર ગણાતી ભાજપના દાવા પોકળ થતા હોય તેવુ લાગી રહ્યું છે ... ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ખદબદતો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેનો ભોગ ખેડૂતો બન્યા છે 
 

વાહ રે સરકાર! જળાશય બની ગયું પણ કેનાલ કાગળમાં જ રહી ગઈ, 15 ગામના ખેડૂતોને પાણીનાં વલખાં

Gujarat Government : ગુજરાતમાં તમે આવી બાબતોની કલ્પના ના કરી શકો. કારણ કે રાજ્યમાં ભરોસોની ભાજપ સરકાર છે. કેનાલનું કામ ફરીથી શરૂ કરવા સરકારને રજૂઆત કરાઈ છે. ઇજનેરોએ ફાઇલ પર કેનાલ બનાવી ખેડૂતોને પાણીને બદલે કાગળ જ મળr છે. સરકારી બાબુઓએ કેનાલને કાગળ પર ચીતરી દીધી છે. ગુજરાતમાં સિંચાઇના ઇજનેરોએ કમાલ કરી દીધી છે. એક કરોડ રૂપિયાનો ખર્ચ ઉધરાઇ ગયો છતાં કેનાલ ગાયબ છે. સિંચાઇની કેનાલના પાણી ખેડૂતોને આપવા માટેની ફાઇલમાંથી કેનાલનું પાણી જળાશયમાંથી બહાર નીકળી શક્યું નથી. એક કરોડના ખર્ચે બનાવેલી સિંચાઇના પાણીની કેનાલ ગાયબ છે અને 15 ગામોના ખેડૂતોને પાણી માટે વલખાં છે.

સ્થાનિક નેતાઓએ મિલીભગત કરીને કેનાલ થવા દીધી નથી અને રૂપિયા ખાઇ ગયા
ઉત્તર ગુજરાતમાં ભ્રષ્ટાચારનો ઉત્તમ આ જળાશય પછી કેનાલના કામો છે. મેઘરજ સિંચાઇના માટે એક કરોડ રૂપિયા મંજૂર કરાવીને તેનો ખર્ચ ઉધારી દેવામાં આવ્યો હતો. એકર પરંતુ ૩૦ વર્ષ પછી પણ કેનાલના નાની ઠેકાણાં જોવા મળતા નથી. રાજ્યના સિંચાઇ મંત્રીને આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે. આ કેનાલ અંગે ગામના સંરપંચ કહે છે કે કેટલાક અધિકારીઓ અને તકવાદી સ્થાનિક નેતાઓએ મિલીભગત કરીને કેનાલ થવા દીધી નથી અને રૂપિયા ખાઇ ગયા છે. તાલુકામાં 1992 માં ખેડૂતોને પાણીનો લાભ આપવા માટે જમીન સંપાદિત કરીને સીમલેટી સિંચાઇ યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું. સિંચાઇ વિભાગે વિવિધ ગામોની જમીન સંપાદિત કરી સીમલેટી ગામના તળાવ પર ૧૬ લાખના ખર્ચે જળાશય બનાવવામાં આવ્યું હતું અને તેને સંલગ્ન કેનાલ બનાવવાની થતી હતી.

આ પણ વાંચો : 

15 ગામના ખેડૂતોની સ્થિતિ બગડી 
સિંચાઇ મંત્રીને રજૂઆત કરતાં આગેવાનોનું કહેવું છે કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો હાલ સિંચાઇના પાણી મળી રહ્યાં નથી. આ કેનાલનું કામ ફરીથી શરૂ થાય તો ૧૫ ગામોના ખેડૂતોની જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ બની શકે તેમ છે, કેમ કે દર ચોમાસે આ જળાશય પાણીથી છલકાય છે. પરંતુ કેનાલના અભાવે તેનું પાણી ખેડૂતો વાપરી શકતા નથી. આ માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ પણ ઉધારાયો હોવાનું કહેવાય છે પણ કેનાલ માત્ર કાગળ પર છે. જળાશય બની ગયું પણ ખેડૂતોને પાણી આપતી કેનાલ માત્ર કાગળમાં જ રહી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news