Heart Attack Death In Gujarat : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આ.પાટીલની સુચના અનુસાર તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ડોકટર સેલ દ્વારા તારીખ 02 એપ્રિલથી અંદાજે 1200 થી વધુ તબીબો દ્વારા ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં CPR ટ્રનિંગ આપવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી. પત્રકાર પરિષદમાં ડોકટર સેલના સંયોજક ધર્મેન્દ્ર ગજ્જરે કાર્યક્રમની રૂપરેખા અંગે પ્રાથમિક માહિતી આપી હતી.  આ કાર્યક્રમનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે પ્રારંભ કરાવશે. તો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રઇ પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ બી.જે મેડિકલ કોલેજથી કરશે. તેમજ કાર્યક્રમ સવારે 09 વાગ્યાથી સાંજે 06 કલાક સુઘી ચાલનાર છે આ કાર્યક્રમનો ઉદ્દેશ કે વધુમાં વધુ કાર્યકરોને સીપીઆરની ટ્રેનીંગ આપીને જનતાને મદદ મળે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, રાજકીય પાર્ટી ચૂંટણી લક્ષી કાર્યક્રમો થકી સિમિત હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હમેંશા સેવા હી સંગઠનના માધ્યમથી જનતાની વચ્ચે રહે છે. સેવાકીય કાર્ય કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન રત્નાકરનું સતત માર્ગદર્શન મળે રહે છે, જે અંતર્ગત આવતીકાલથી સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બુથથી લઇ પ્રદેશ કક્ષા સુધીના કાર્યકરો ટ્રેનીંગ લેવાના છે.  


રાત ચઢતા જ નશો ચઢો છે, રંગીન રાતના શોખીનો થાઈલેન્ડમાં કેમ રાત પડવાની જુએ છે રાહ


ઉલ્લેખનીય છે કે, કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટકનું પ્રમાણ વધી રહ્યુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી તાત્કાલીક સારવાર કેવી રીતે મળી રહે તે માટે આ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સુચનથી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર સીપીઆરની ટ્રેનીગં લે તેવો આગ્રહ છે, જેથી સવારથી સાંજ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. 


અંબાલાલ કરતા પણ ખતરનાક છે બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા હવામાનના નવા નિષ્ણાત


પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સુરત ખાતે તો રાજયના મુખ્યમંત્રી અમદાવાદ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, તો રાજ્યના જુદા જુદા મંત્રી, સાંસદ તેમજ ધારાસભ્યો પણ જુદી જુદી હોસ્પિટલમાં ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીપીઆર ટ્રેનીગ કાર્યક્રમમાં જોડાશે. જે એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત થશે, આ માટે કાર્યકરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ટ્રેનીંગ લઇ જનતાને ઉપયોગી થશે. 


અમદાવાદમાં હવે અમેરિકા જેવું... સાબરમતી નદીમાં કરવા મળશે કાયાકિંગ