GSEB, Gujarat Board 10th Result 2022: વડોદરાની સમિધા પટેલ એક મિસાલ, અભ્યાસની સાથે 1100 કિ.મી સાયકલિંગ, જાણો સંઘર્ષમય કહાની
GSEB, Gujarat Board 10th Result 2022: વડોદરામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. જેમાં મનાલીથી લેહ લદાખ અને પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ કરનાર સમિધા પટેલ પણ ઉતીર્ણ થઈ છે.
રવિ અગ્રવાલ/વડોદરા: ધોરણ 10નું બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. 37758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 478 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. વર્ષ 2020 ની તુલનાએ આ વખતે બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 ટકા વધ્યું છે. વડોદરામાં મનાલીથી લેહ લદાખ અને પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ કરનાર સમિધા પટેલ સારા માર્ક્સે પાસ થયા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. જેમાં મનાલીથી લેહ લદાખ અને પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ કરનાર સમિધા પટેલ પણ ઉતીર્ણ થઈ છે. સમિધા પટેલે જણાવ્યું હતું કે, ધોરણ 10માં અભ્યાસ કરતા સાયકલિંગ સમયે જ કર્યું હતું. વ્યસન મુક્તિ અને સ્વચ્છતાથી એકતા તરફના સંદેશા સાથે સાયકલિંગ કર્યું હતું. 12 વર્ષની હતી તે દરમિયાન 517 કિલોમીટર સાઈકલિંગ કર્યું હતું. ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી તે દરમિયાન 547 કિલોમીટર સાયકલિંગ કર્યું કુલ 1100 કિલોમીટર સાયકલિંગ કર્યું, તેમ છતાં સારા માર્કસ સાથે ઉતીર્ણ થઈ છે.
GSEB, Gujarat Board 10th Result 2022: ધોરણ. 10નું કયા જિલ્લામાં કેવું છે પરિણામ, જાણો A To Z માહિતી
મહત્વનું છે કે, વડોદરાની સમિધા પટેલના ધોરણ 10ની પરીક્ષામાં 92 ટકા પર્સન્ટાઈલ આવ્યા છે. 5 દિવસ સુધી સમિધા પટેલે સાયકલિંગ કર્યું હતું. રોજ 5 થી 6 કલાક સુધી સમિધા પટેલે વાંચન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, સમિધા પટેલના પિતાનો એડવેન્ચર પ્રવુતિઓ અને ટુર ટ્રાવેલ્સનો વ્યવસાય છે.
નોંધનીય છે કે, વડોદરામાં ડબકા કેન્દ્ર નું સૌથી ઓછું 27.37 ટકા પરિણામ આવ્યું છે. વાસણા કેન્દ્રનું સૌથી વધુ 77.82 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. કારેલીબાગમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અભિનદન આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube