હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફરી એકવાર ખોટી અખબારી યાદી બોર્ડના નામે પ્રસિદ્ધ કરવા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા રદ કરવામાં આવી અને NEETની પરીક્ષા પણ નહિ લેવામાં આવે તેવી માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી ભરતી કરવાનો મામલામાં બોર્ડે ખુલાસો કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, આવી કોઈ પ્રેસનોટ માધ્યમિક શિક્ષણ બોર્ડે બહાર પાડી નથી. આ પ્રેસનોટ સાવ ખોટી છે.


પરોઢિયે વરસેલા 2 ઈંચ વરસાદે આખા અમદાવાદને ધમરોળી નાંખ્યું, લોકોના ઓટલા સુધી પાણી ભરાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની બાકી રહેલી પરીક્ષાઓ ભરત કરવામાં આવી છે. સાથે જ 30 જુલાઈના રોજ લેવાનાર ગુજકેટની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે અને મેડિકલ માટે લેવાતી NEET પરીક્ષા નહિ લઈને ધોરણ 12 સાયન્સના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવશે તેવો દાવો એક પ્રેસનોટમાં કરાયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નામથી સોશિયલ મીડિયામાં એક પ્રેસનોટ ફરતી કરવામાં આવી છે. જે સાવ ખોટી હોવાનો ખુલાસો માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ ડી. એસ. પટેલ દ્વારા કરાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર