ગાંધીનગર: બે જુલાઇના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલ બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખેડૂતો માટે પૂરતુ ધ્યાન આપીને અવનવી યોજનાઓની જોગવાઇ કરવામાં આવી હતી. સરકારના આ હેતુ પાછળ ખેડૂતોનું કલ્યાણ રહેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરવામાં આવશે. જે અંતર્ગત આ વર્ષે 1121 જગ્યાઓ ભરાશે. ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ.952 કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે. જેના માટે 1073 કરોડની ફાળવણી કરવામાં આવી છે.


ડિઝિટલ ઇન્ડિયા: ગુજરાતના આ શહેરમાં શરૂ કરાયા દૂધ અને છાશ માટે ATM


રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મિકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડની ફાળવણી કરવામાં આવશે. રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે ડેરી વિકાસ અને પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડની ફાળવણી કરી છે.


ગુજરાત સરકારે ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતા શરૂ થશે ‘બ્લેક ઓપન માર્કેટ’


જુઓ LIVE TV



દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું પાણી બનાવવા રાજ્યના દરિયાકાંઠા ઉપર ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે કર્યો છે. આ ઉપરાંત રાજ્યના શહેરો વિસ્તારોમાં ઉત્પન્ન થતાં ગંદા પાણીને ટ્રીટ કરીને તેનો ઔદ્યોગિક હેતુસર પુન: ઉપયોગ કરવા માટેની નીતિ રાજ્ય સરકારે જાહેર કરી છે. જેના ભાગરૂપે 300 એમએલડી ક્ષમતાના પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે.