ડિઝિટલ ઇન્ડિયા: ગુજરાતના આ શહેરમાં શરૂ કરાયા દૂધ અને છાશ માટે ATM

જામનગર શહેર નજીક આવેલ ચેલા ગામના પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલક લક્ષ્મણભાઇ નકુમ જ્યારે દિલ્હીની મુલાકાતે ગયા ત્યારે તેમણે દૂધ માટેનું એટીએમ જોયું અને તેમને પ્રેરણા જાગી કે આ પ્રકારનો નુસ્ખો જામનગરમાં પણ તેમના દ્વારા અપનાવી શકાય છે. દિલ્હીથી પ્રેરણા મેળવી તેમના દ્વારા જામનગર શહેરમાં પણ ગોકુલનગર વિસ્તાર મેઇન રોડ તેમજ દરેડ પાસે બે દૂધ અને છાશના નવા એટીએમ ઉભા કરવામાં આવ્યા છે. 
 

ડિઝિટલ ઇન્ડિયા: ગુજરાતના આ શહેરમાં શરૂ કરાયા દૂધ અને છાશ માટે ATM

મુસ્તાક દલ/જામનગર: જામનગર શહેર નજીક આવેલ ચેલા ગામના પ્રગતિશીલ ખેડૂત અને પશુપાલક લક્ષ્મણભાઇ નકુમ જ્યારે દિલ્હીની મુલાકાતે ગયા ત્યારે તેમણે દૂધ માટેનું એટીએમ જોયું અને તેમને પ્રેરણા જાગી કે આ પ્રકારનો નુસ્ખો જામનગરમાં પણ તેમના દ્વારા અપનાવી શકાય છે. દિલ્હીથી પ્રેરણા મેળવી તેમના દ્વારા જામનગર શહેરમાં પણ ગોકુલનગર વિસ્તાર મેઇન રોડ તેમજ દરેડ પાસે બે દૂધ અને છાશના નવા એટીએમ ઉભા કરવામાં આવ્યા છે. 

આ એટીએમ દૂધ અને છાશના એક એટીએમ પાછળ તેમને પાંચ લાખનો ખર્ચ લાગ્યો છે. જ્યારે એટીએમમાંથી લોકોને ચોવીસ કલાક ઠંડુ અને શુદ્ધ તેમજ સાત્વિક દૂધ આસાનીથી મળી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દૂધના એટીએમમાં 100 લિટરની કેપેસિટીની ટાંકી પણ મૂકવામાં આવી છે. લોકો પોતાની જાત મળે તેટલું જોતું હોય તેટલું તેમજ રાબેતા મુજબના ભાવે દૂધ આ એટીએમમાંથી ગમે તે સમય મેળવી શકે છે.

ગુજરાત સરકારે ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતા શરૂ થશે ‘બ્લેક ઓપન માર્કેટ’

ખાસ કરીને રૂપિયા 10થી માંડીને રૂપિયા 500 સુધીનું દૂધ પણ એની ટાઇમ લોકો આ દૂધ એટીએમમાંથી મેળવી શકે છે. ઉપરાંત લક્ષ્મણભાઇ દ્વારા દૂધના એટીએમ કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે, કે જે લોકો દુધનું એટીએમ કાર્ડ લઇ લે તો તેમને કાર્ડમાંથી પણ દૂધ અને છાશ નિયમિત મળી રહે છે. હાલ પ્રારંભિક તબક્કે જામનગરના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઇ દ્વારા શહેરમાં બે વિસ્તારોમાં આ દૂધના એટીએમ શરૂ કરવામાં આવ્યા છે અને જેને જામનગરના શહેરીજનો પણ ખૂબ આવકાર આપી રહ્યા છે.

142મી રથયાત્રા: 22 કિમીના રૂટ પર અમદાવાદ પોલીસે સુરક્ષા માટે કર્યું ‘ગ્રાન્ડ રિહર્સલ’

જો આ જ પ્રકારે લોકોનો સાથ અને સહકાર મળતો રહેશે તો લક્ષ્મણભાઇ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભવિષ્યમાં દૂધ અને છાશના એટીએમ ઉભા કરવામાં આવશે. જ્યારે ખાસ કરીને આજના સમયમાં લોકો ભેળસેળ વગરનું શુદ્ધ અને સાત્વિક દૂધ મેળવવાની અપેક્ષા રાખતા હોય અને તે સંપૂર્ણપણે આ દૂધના એટીએમમાં લક્ષ્મણભાઇ દ્વારા પુરી પાડવામાં આવતી હોય જેથી ગમે તે સમયે અને ગમે ત્યારે શુદ્ધ અને ચોખ્ખું દૂધ મળતું હોવાથી ગ્રાહકો પણ લક્ષ્મણભાઇની આ દુધના એટીએમની મુહિમને આવકારી રહ્યા છે.

આજકાલ હવે ઓનલાઇન અને ડિજિટલનો યોગ ખૂબ જ આગળ વધી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડિજિટલ ઇન્ડિયાને ખૂબ આગળ વધારી રહ્યા છે. ત્યારે જામનગરના અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો પણ ડિજિટલની દુનિયામાં પોતાના વ્યવસાયને વિકાસ આપવા માટે નવી નવી તકનીકો અપનાવી રહ્યા છે. અને એનું જ ઉદાહરણ છે કે, હાલ જામનગરમાં ચેલા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા આ પ્રકારનો નવતર કિમીયો અપનાવી જામનગર શહેરમાં દૂધના એટીએમ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર સહિત ગુજરાતના તમામ ખેડૂતો અને પશુપાલકોએ જામનગરના આ ઉદ્યમી અને પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઇ પાસેથી શીખ લેવા જેવી ખરી...! 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news