Gujarat Budget 2023 : બજેટમાં તમારા ફાયદાની વાત : જુઓ કરવેરા અને CNG-PNG માં વેટ અંગે શું જાહેરાત કરાઈ
Gujarat Budget 2023 : ગત વર્ષ કરતા 57053 કરોડનો વધારો આ વખતે બજેટમાં થયો છે. શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ વધુ ફળવાયું છે
Gujarat Budget 2023 : કુલ 5 સ્તંભમાં ગુજરાતનું વર્ષ 2023-24 ના વર્ષનું બજેટ જાહેર કરવામા આવ્યું છે. ગુજરાતના નાગરિકો માટે આનંદની વાત તો એ છે કે, ગુજરાતના નાગરિકો પર કોઈ પણ જાતનો કર નાંખવામાં આવ્યો નથી. કોઈ પણ કરવેરા વગરના ફેરફાર વગરનું આ બજેટ નાગરિકો માટે ફુલગુલાબી બજેટ બની રહ્યું છે. નવા કોઈ કરવેરા વગરનું 3.01 લાખ કરોડનું ગુજરાતનું નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરાયું છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું છે. 916.87 કરોડ પુરાંત વાળું આ બજેટ છે. આ વર્ષના બજેટમાં 24 ટકાનો વધારો કરવામા આવ્યો છે. CNG-PNGના વેટમાં કરાયો ઘટાડો છે.
બજેટ સત્ર દરમિયાન કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીનો 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરાયો છે.
કયા 5 સ્તંભો પર ફોકસ કરાયું
નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ તેઓએ રજૂ કર્યું કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે આવનારી પેઢીના ઉજ્વળ ભવિષ્ય માટે અમારી સરકારના પાંચ વર્ષનું વિઝન અને આગામી વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓ રજૂ કરું છે. ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. આ વખતે બજેટમાં 24 ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષ કરતા 57053 કરોડનો વધારો આ વખતે બજેટમાં થયો છે. શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ વધુ ફળવાયું છે.
વિકાસયાત્રાના પાંચ સ્તંભ
પ્રથમ સ્તંભ ગરીબ અને જરૂરિયાત મંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડનો ખર્ચ....
બીજો સ્તંભ- માનવ સંસાધન વિકાસ માટે આગામી 5 વર્ષમાં અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
ત્રીજો સ્તંભ- વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં અંદાજિત 5 લાખ કરોડનો ખર્ચ
ચોથો સ્તંભ- કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
પાંચમો સ્તંભ- ગ્રીન ગ્રોથ માટે આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ
ખેડૂતો માટે મોટી જાહેરાત
ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવા વ્યાજ સહાય પેટે 1270 કરોડની જોગવાઈ
કૃષિ યંત્રો ખરીદવામાં સહાય માટે 615 કરોડ રૂપિયાની જોગવાઈ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડ રૂપિયાની જોગવાઈ
ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8278 કરોડની જોગવાઈ
કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડની જોગવાઈ
ખેડૂતોને દિવસે વીજળી આપવા 1500 કરોડની જોગવાઈ
ખેડૂતોને આધુનિક કૃષિ યંત્રો માટે 29 કરોડ રૂપિયાની જોગવાઈ
શિક્ષણ માટે મોટી જાહેરાત
10 હજાર કરોડના ખર્ચે 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા વર્ગખંડો બનાવશે સરકાર
દોઢ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ અને 20 હજાર કમ્પ્યૂટર લેબ ઊભી કરીશું
ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઈબ્રેરી બનાવશે સરકાર
વિશ્વસ્તરની આંતર માળખાકીય સવલતો માટે 5 વર્ષમાં 5 લાખ કરોડનો ખર્ચ કરશે સરકાર
છાત્રાલયો-આશ્રમ શાળાઓને 324 કરોડ
10 લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા 562 કરોડની જોગવાઈ
SC અને વિકસતિ જાતિના 1થી 10માં ભણતા 40 લાખ વિદ્યાર્થીઓને 376 કરોડની જોગવાઈ
37 લાખ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 334 કરોડ રૂપિયાની જોગવાઈ
પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને સાઈકલ આપવા 75 કરોડની જોગવાઈ
દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
ગરીબો માટે મોટી જાહેરાત
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 5580 કરોડની જોગવાઈ
11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન માટે 1340 કરોડની જોગવાઈ
રાજ્યમાં 150 અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે
શ્રમિકોને 5 રૂપિયાના નજીવા દરે ભોજન મળી રહેશે
સરકારી યોજનાના લાભ માટે દરેક કુટુંબને કુટુંબ ઓળખપત્ર આપવામાં આવશે
દિવ્યાંગો માટે બજેટમાં જાહેરાત
દિવ્યાંગોને પેન્શન માટે 58 કરોડની જોગવાઈ
મનો દિવ્યાંગ 50 હજાર લાભાર્થીઓ માટે 60 કરોડની જોગવાઈ
દિવ્યાંગોને STમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ
નિરાધાર બાળકોને માસિક સહાય માટે 73 કરોડની જોગવાઈ
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઈ
સાતફેરા સમુહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ
પાણી અંગે મોટી જાહેરાત
100 ટકા નલ સે જલમાં જે કનેક્શન બાકી છે તેની કામગીરી પૂર્ણ કરવા પર ભાર
પાણીના ઉપયોગનું ઓડિટ કરવામાં આવશે
રિસાયકલ પાણીના ઉપયોગ માટે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે
તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 250 કરોડની જોગવાઈ
સાબરમતી નદી પર સિરીઝ ઑફ બેરેજ બાંધવા 150 કરોડ રૂપિયાની જોગવાઈ
નલ સે જલ યોજના માટે 2602 કરોડ
અટલ ભુજલ યોજના હેઠળ સૂક્ષ્મ સિંચાઈ યોજનાને પ્રોત્સાહન આપવા 200 કરોડ
પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઈ
રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના સરકારની મોટી ઉપલબ્ધિ
અંબાજીથી ઉમરગામ સુધી પીવાના પાણીની સુવિધા પૂરી પડાશે
સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા 800 કરોડની જોગવાઈ