Gujarat Budget 2023: નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ તેઓએ રજૂ કર્યું કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે આવનારી પેઢીના ઉજ્વળ ભવિષ્ય માટે અમારી સરકારના પાંચ વર્ષનું વિઝન અને આગામી વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓ રજૂ કરું છે. ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. આ વખતે બજેટમાં 24 ટકાનો વધારો કરાયો છે. ગત વર્ષ કરતા  57053 કરોડનો વધારો આ વખતે બજેટમાં થયો છે. શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ વધુ ફળવાયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકાસયાત્રાના પાંચ સ્તંભ
બજેટ રજ કરતી વખતે તેમણે કહ્યું કે સરકારની વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ છે. વિકાસનો પહેલો સ્તંભ સમાજના ગરીબ અને જરૂરિયાતવાળા વર્ગને પાયાની સિવિધાઓ સાથે સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે. તેઓ આ વિકાસમાં સહભાગી થાય તેવી પ્રાથમિકતા છે. બીજો સ્તંભ સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માનવ સંસાધનનો વિકાસ કરવાનો છે. જ્યારે ત્રીજો સ્તંભ જન સુખાકારી તેમજ આર્થિક સમૃદ્ધિને વધારે સુદ્રઢ બનાવવા, વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવી એ છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી કૃષિ ઔદ્યોગિત અને સેવાક્ષેત્રે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ થકી, રોજગારની નવી તકોનું સર્જન કરવું એ વિકાસ યાત્રાનો ચોથો સ્તંભ છે. જ્યારે પાંચમો સ્તંભ ગ્રીન ગ્રોથ થકી પર્યાવરણની જાળવણી અને ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે. 

પ્રથમ સ્તંભ ગરીબ અને જરૂરિયાત મંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડનો ખર્ચ....
ગયા વર્ષે સરકારે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના, જરૂરિયાતવાળા વર્ગો તેમજ દિવ્યાંગો માટે સ્કોલરશિપ જેવી વિવિધ યોજનાઓના વ્યાપ તેમજ સહાયમાં ધરખમ વધારો કર્યો હતો. આ યોજનાઓમાં અપાતી સહાયની રકમ લાભાર્થીઓના બેંક  ખાતામાં સીધી અને નિયમિત રીતે આધારનંબર સાથે જોડીને ડીબીટીના માધ્યમથી પહોંચાડવાની વ્યવસ્થા છે. 

ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર! જગતના તાતની આવક ડબલ કરવા સરકારે ખજાનો ખોલ્યો

ગુજરાતને ભણવવા સરકારે કળશ ઢોળ્યો! શિક્ષણના આધુનિકરણ, વિદ્યાર્થીઓના વિકાસને પ્રાધાન્ય

બજેટની લાલચટાક બેગ ફરી ચર્ચામાં આવી, ખાસ બેગ સાથે ફરી જોવા મળ્યા નાણામંત્રી

બીજો સ્તંભ- માનવ સંસાધન વિકાસ માટે આગામી 5 વર્ષમાં અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
સમાજનો દરેક વર્ગ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ પ્રયત્નો કરે છે. વિક્સીત અને વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું માનવધન યુવાન છે. અમૃતકાળમાં ભારતનું યુવાધન ડેમોગ્રાફીક ડિવિડન્ડ ઊંચા વિકાસદર તરફ લઈ જનાર છે. ગુજરાતના માનવ સંસાધનનો સર્વાંગી વિકાસ કરી માનવ વિકાસ સૂચકાંકમાં વધારો કરવાનું સરકારનું ધ્યેય છે. 

ત્રીજો સ્તંભ- વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં અંદાજિત 5 લાખ કરોડનો ખર્ચ
આવનારો દાયકો ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય ક્ષેત્રે અમૂલ પરિવર્તન લાવનાર છે. Ease of Living વધારવા અને આંતરરાષ્ટ્રીય મૂડીને આકર્ષવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુણવત્તા આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાની જરૂરીયાત છે. ઉચ્ચકક્ષાના આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ઉત્પાદકતા અને હરિફાઈ વધશે જેના કારણે નવા વ્યવસાયો અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે તથા લોકોના જીવનધોરણમાં સુધારો થશે. શહેરી વિકાસ, ઉર્જા, રોડ રસ્તા, પાણી, આઈટી કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં માળખાકીય સગવડો માટે વધારે નાણાકીય ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશ. 

ચોથો સ્તંભ- કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
વૈશ્વિક કક્ષાએ ઉદ્ભવેલ કાર્બન આધારિત ઊર્જા સ્ત્રોતોની અનિશ્ચિતતાના કારણે ભવિષ્યમાં ઉર્જા સંરક્ષણ માટે રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ અનિવાર્ય બન્યો છે. સોલાર, વિન્ડ, હાઈડલ જેવા ગ્રીન એનર્જી ક્ષેત્રોમાં નીતિ આધારિત વિકાસ કરીને ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બન્યું છે. ગ્રીન હાઈડ્રોજન જેવા નવતર ઉર્જાસ્ત્રોતોનો ઉપયોગ કરીને રાજ્યને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા સરકાર તત્પર છે. પીએમ મોદીએ પણ COP-26 ના ગ્લાસગો ખાતે યોજાયેલા સંમેલનમાં આબોહવા પરિવર્તન, પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં સતત ઘટાડો અને પ્રદૂષણના કારણે ઉત્પન્ન થતા પડકારોને અવસરોમાં ફેરી વિકાસના નવા આયામો સ્થાપિત કરવા માટે ભાર મૂક્યો છે. તેઓએ આ માટે ગ્રીન ઉર્જાસ્ત્રોતોનો ઉત્તરોત્તર ઉપયોગ વધારીને વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરવા માટે દેશના સંકલ્પની જાહેરાત કરી હતી. 

પાંચમો સ્તંભ- ગ્રીન ગ્રોથ માટે આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube