IND vs PAK: દર સેકેન્ડે ₹4 લાખની કમાણી...ભારત VS પાકિસ્તાન હાઇવોલ્ટેજ મેચમાં પૈસાનો વરસાદ

india vs pakistan match: ટી-20 ક્રિકેટ કપનું આયોજન આ વખતે અમેરિકામાં કરવામાં આવ્યું છે. આજે આઇસીસી ટી20 મહામુકાબલો થઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ ક્રિકેટના મેદાન પર આમને સામને હોય છે, ત્યારે મુકાબલો હાઇવોલ્ટેજ થઇ જાય છે. 

IND vs PAK: દર સેકેન્ડે ₹4 લાખની કમાણી...ભારત VS પાકિસ્તાન હાઇવોલ્ટેજ મેચમાં પૈસાનો વરસાદ

IND vs PAK T20 world cup: ટી-20 ક્રિકેટ કપનું આયોજન આ વખતે અમેરિકામાં કરવામાં આવ્યું છે. આજે આઇસીસી ટી20 મહામુકાબલો થઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ ક્રિકેટના મેદાન પર આમને સામને હોય છે, ત્યારે મુકાબલો હાઇવોલ્ટેજ થઇ જાય છે. દર્શકોની સાથે સાથે કંપનીઓ માટે ગોલ્ડન તક હોય છે. ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ના મુકાબલા પર દુનિયાભરની નજર હોય છે, કંપનીઓ પણ આ અવસરને છોડવા માંગતી નથી. ભારત-પાકિસ્તાન (IND vs PAK) ની મેચ હંમેશા પ્રીમિયમ હોય છે. એવામાં આ મુકાબલામાં જોરદાર પૈસાનો વરસાદ થાય છે. 

PM Modi Oath Ceremony: 36 વર્ષના નાયડૂ, 78 ના માંઝી...આ રહી મોદી 3.0 કેબિનેટની યાદી
 
ભારત VS પાકિસ્તાન મુકાબલામાં રૂપિયાનો વરસાદ
ભારત-પાકિસ્તાન (IND vs PAK) નો મુકાબલો ક્યરે પર સુપર મેચ બની જાય છે. મેચની ટિકીટોની કિંમત સાતમા આસમાને પહોંચી જાય છે. મેચ દરમિયાન જાહેરાતના ભાવ પણ હાઇ થઇ જાય છે. ગત વર્ષે ભારતમાં રમાયેલા વર્લ્ડકપ મેચ દરમિયાન બતાવવામાં આવેલા જાહેરાતો માટે દર 10 સેકન્ડના સ્લોટ માટે લગભગ 30 લાખ રૂપિયા હતી. સ્પોર્ટ્સ વેલ્યૂએશન ફર્મ ડી એન્ડ પી એડવાઇઝરીના મેનેજીંગ પાર્ટનર સંતોષ એનના અનુસાર અમેરિકામાં રમાનાર ભારત પાકિસ્તાન ટી 20 વર્લ્ડકપ મુકાબલા માટે જાહેરાત સ્લોટની કિંમત 10 સેકન્ડ માટે 40 લાખ રૂપિયા (લગભગ 48,000 ડોલર) હોઇ શકે છે. 

જો કે, આ કોઈ મોટી વાત નથી, કારણ કે ભારત-પાકિસ્તાન મેચ હંમેશા પ્રીમિયમ પર હોય છે. જો આપણે સુપર બાઉલની જાહેરાત સાથે ભારત-પાકિસ્તાન મેચની જાહેરાતના દરની સરખામણી કરીએ તો 30 સેકન્ડ માટે $6.5 મિલિયન એટલે કે લગભગ રૂ. 54 કરોડ ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે 2022 ફૂટબોલ વર્લ્ડ કપ મેચમાં જાહેરાત સ્લોટ માટે લગભગ $5 મિલિયન હતા. 30 સેકન્ડ માટે $11,000 એટલે કે અંદાજે રૂ. 38 કરોડનો ચાર્જ લેવામાં આવ્યો હતો. T20 વર્લ્ડ કપના મોટા સ્પોન્સર્સમાં સાઉદી અરામકો, કોકા-કોલા અને અમીરાત ગ્રુપ જેવા મોટા નામ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news