Budget 2024 : આજે નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત ગુજરાતનુ બજેટ રજૂ કરશે. આ 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. જે 3.30 લાખ કરોડ રૂપિયા આસપાસ બજેટનું કદ રહેવાની શક્યતા છે. આ બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિની સુવિધાઓ પર ભાર મૂકાશે. રાજ્યની પ્રજા માટે સરકાર ખજાનાનો ભંડાર ખોલી શકે છે. યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને બજેટમાં અનેક આશા અને અપેક્ષાઓ છે. પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલાં પૂર્ણ કદનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટથી રજૂ 2024-25નું બજેટ રજૂ કરવાના છે. જેમાં લોકસભા ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રી કનુ દેસાઈ આજે બજેટ રજુ કરશે. આવતીકાલે એટલે કે 3 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ પટેલનો જન્મદિવસ પૂર્વેનું બજેટ તેમના માટે ખાસ બની રહેશે. ગુજરાત સરકારમાં સતત ત્રીજી વાર કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. આ બજેટ સંપૂર્ણપણે પેપરલેસ બજેટ થશે. કારણ કે, ગુજરાત વિધાનસભામાં હવે પેપરલેસ કાર્યવાહી થાય છે. તેથી નાણા મંત્રી કનુ દેસાઈ પણ ટેબ્લેટના માધ્યમથી જ બજેટ રજુ કરશે. 


ચુંટણી હોવાના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે. વિકસિત ભારત @ 2047 નો રોડમેપ દર્શાવતું આ બજેટ હશે. જેને મધ્યમવર્ગીય પરિવારને બહુ મોટી આશા છે.