• દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં ટકોર કરી 

  • ટકોર કરતા કહ્યું હતું કે, ‘ખેડૂતો એમ ને એમ અમારા તરફ નથી વળ્યા


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના બજેટ 2021માં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પર મુખ્ય ફોકસ કરવામાં આવ્યુ હતું. બજેટ 2021 (budget 2021) માં ખેડૂતો માટે અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ તથા બાગાયત વિભાગ માટે મોટી જાહેરાત કરી છે. જોકે, ખેડૂતો અંગે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) ટકોર કરતા કહ્યું હતું કે, ‘ખેડૂતો એમ ને એમ અમારા તરફ નથી વળ્યા. આ ખેડૂતોને ખબર છે કે, ભાજપ જ અમારો સાચો ઉદ્ધાર કરાનારું છે. બાકી ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા...કોઈ માથે ન લેતા. હું બહારના લોકો માટે કહું છું. તમારા કોઈના માટે નથી કહેતો. આ અંશમાં બધા ચોખ્ખા.’ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર ગૃહમાં કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ખેડૂતો માટેની જાહેરાત કરતા કહ્યું કે, વાવણી થી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે. આપણા ખેડૂત ભાઇઓને હું મારા દિલથી અભિનંદન પણ આપવા માંગુ છું કે તેઓએ કોરોના આ કાળમાં અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા અમારી સરકાર સદાય પ્રયત્નશીલ છે. 


આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરી રહ્યાં છે નાણામંત્રી નીતિન પટેલ


કૃષિ બજાર વ્યવસ્થા


  • ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂ. ૭૮ કરોડની જોગવાઈ. 

  • તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેકટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ રૂ. ૬ કરોડની જોગવાઇ.


આ પણ વાંચો : આયશાને મરવા મજબૂર કરનાર ક્રૂર આરીફ હવે અફસોસ કરે છે, છેલ્લા ફોનમાં પણ તે કસૂવાવડને લઈને રડી હતી


બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ.૪૪૨ કરોડની જોગવાઇ


  • બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે. આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ. 

  • નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જોગવાઈ.

  • રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ 

  • ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ 

  • બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ

  • એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ

  • ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.  

  • ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ 

  • ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.

  • રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ

  • રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધિરાણ ભરપાઇ કરતાં ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ.