ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટે નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યુ

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (nitin patel) રજૂ કરી રહ્યાં છે.  

ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટે નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યુ

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (nitin patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

બજેટ 2021 માં જાહેરાત :

  • અમદાવાદ, સુરત ગાંધીનગરમાં મોટી મેટ્રો ટ્રેન દોડવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. પરંતુ હવે વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં લાઈટ મેટ્રો નીઓ જેવી નવી ટેકનોલોજીવાળી ટ્રેન ચાલુ કરવામા આવશે. જેનો લાભ ત્યાંના નાગરિકોને મળશે. 
  • ભારત સરકારની યોજના હેઠળ નવા બે મેગા ટેક્ષટાઇલ પાર્ક ગુજરાતમાં બનશે. ભરૂચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઈંડસ્ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડીકલ ડિવાઇસ ઈંડસ્ટ્રીયલ પાર્ક બનશે
  • કમલમ ફ્રુટની નર્સરી માટે 15 કરોડની જોગવાઈ કરાઈ. કચ્છથી કેવડિયા માટે કમલમ લઇ જવાશે. આદિવાસી વિસ્તારોમાં કમલમ ખેતી કરાશે
  • અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ 71 લાખ પરિવારોને આવરી લેવાશે. અત્યાર સુધી 35 લાખ પરિવારોને આવરી લેવાયા હતા. દિવાળી અને જન્માષ્ટમી નિમિત્તે આ ગરીબ પરિવારોને એક-એક લીટર કપાસિયા તેલ અપાશે. જે માટે 70 કરોડની જોગવાઈ કરાઈ. રાજ્યમાં ગેસ સિલિન્ડર વગરના 3.12 લાખ લાભાર્થીઓને PNG કે LPG કનેક્શન આપવા રૂ 50 કરોડની જોગવાઈ. 
  • સાયન્સ સિટી અમદાવાદ ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનશે. વિધાનસભા પરિસરમાં ગુજરાતના ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનશે
  • કોરોનાના કારણે ધારાસભ્યોની ગ્રાન્ટ પરની રોક હટાવાઈ. રાજ્યની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતા વર્ષ 2021-22 થી દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવણી પુન શરૂ કરાશે. 
  • ગૃહ વિભાગમાં વિવિધ ભાગની 3020 નવી જગ્યાઓ ઉભી કરાશે. ACB માં 199, એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટમાં 146 જગ્યાઓ ભરાશે. રાજકોટ પોલીસ કમિશનરની ટ્રાફિક શાખા માટે 184 જગ્યાઓ, આશ્વસ્ત પ્રોજેક્ટ માટે 112 જગ્યાઓ, 12 નવા પોલીસ સ્ટેશનો માટે 653 જગ્યાઓ અને સુરત શહેરમાં 4 નવા પોલીસ સ્ટેશન માટે 300 જગ્યાઓનો સમાવેશ થાય છે. 

No description available.

  • કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ
  • નેશનલ ગેસગ્રીડ હેઠળ મહેસાણા-ભટીંડા અને ભટીંડા-જમ્મુ ગેસ પાઈપલાઇન ના 7300 કરોડના પ્રોજેક્ટની કામગીરી અંતિમ તબક્કામાં છે. ખેડૂતોને વિજબીલમાં સબસીડી માટે રૂ 8411 કરોડની જોગવાઈ. કિસાન સૂર્યોદય યોજના માટે રૂ 1 હજાર કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલા કેવડિયા ખાતેના આદિવાસી સંસ્કૃતિ કલા અને લોકસાહિત્યના પ્રસાર કરવા માટે રાજ્યમાં પ્રથમ વખત સરકારની સહાયથી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.
  • રાજ્યના 41 શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે 90 કરોડ અને ઈ ગુજકોપ પ્રોજેક્ટ માટે છત્રીસ કરોડની જોગવાઈ.

No description available.

  • પોલીસ તંત્રને પેટ્રોલિંગની વ્યવસ્થાને સધન બનાવવા માટે વધુ નવા 876 વાહનો ખરીદવા ૫૦ કરોડની જોગવાઈ. ગાંધીનગર એફએસએલને આધુનિકરણ કરવા માટે ૧૪ કરોડની જોગવાઈ
  • ટેકસટાઇલ પોલિસી અંતર્ગત આવતા ઉદ્યોગો માટે રૂ 1500 કરોડની જોગવાઈ. કેન્દ્રની યોજના હેઠળ ગુજરાતમા 2 મેગા ટેકસટાઇલ પાર્ક બનાવાશે. નવી ઔધોગિક નીતિ હેઠળના MSME ઉદ્યોગ માટે રૂ 1500 કરોડની જોગવાઈ
  • રોજગારી ઉભી કરતા મોટા ઉદ્યોગો માટે રૂ 962 કરોડની જોગવાઈ. ગુજરાતમાં બેરોજગાર યુવકો માટે સરકાર દ્વારા વર્ષ 2021ના બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં કહ્યું કે, 5 વર્ષમાં 2 લાખ યુવકોની ભરતી કરવામાં આવશે. 
  • ભરૂચના જંબુસર માં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. રાજકોટમાં મેડિકલ ડિવાઇસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે

No description available.

  • ધારાસભ્યો માટે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવા મંજૂરી. ધારાસભ્યોને તેમના મત વિસ્તાર માટે અપાતી 1.5 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફરી શરૂ કરાશે
  • નવી શિક્ષણ નીતિ 20 20 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરાયું. જેના માટે પાંચ કરોડની જોગવાઈ
  • ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ  અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન

No description available.

  • રાજ્યમાં અનુસૂચિત જાતિની 28 અને વિકસિત જાતિ ની 33 આદર્શ નિવાસી શાળાઓમાં ઈ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ત્રણ કરોડ. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના બાંધકામ માટે ત્રણ કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમસ્ત છાત્રાલયના મકાનના બાંધકામ માટે એક કરોડની જોગવાઈ. 
  • 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળી કુલ 1 હજાર નવી બસો શરૂ કરાશે. 500 વોલ્વો બસો પીપીપી ધોરણે શરૂ કરાશે રૂ 270 કરોડની જોગવાઈ. 50 ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં મૂકાશે. ઈકો ફ્રેન્ડલી 50 સીએનજી વાહનો મુકાશે, જેના માટે 30 કરોડની જોગવાઈ. 
  • ડોર ટુ ડોર કલેકશન દ્વારા ઘન કચરો એકત્રિત કરવા માટે નંબર ટ્રાન્સપોર્ટ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામપંચાયતોને વ્યક્તિ દીઠ માસિક ગ્રાન્ટની બે થી બમણી કરી રૂપિયા ચાર કરવાની જાહેરાત કરવામાં આવી
  • રાજકોટમાં માધાપર ચોકડી પર પીપીપી ધોરણે નવું બસસ્ટેશન બનશે 

No description available.

  • અન્ય નવા 6 બસ સ્ટેશન બનશે, અને 9 બસ સ્ટેશનનું રીનોવેશન થશે. જેના માટે રૂ 100 કરોડ રૂપિયા મંજૂર કરાયા. નારગોલ અને ભાવનગર બંદરોનો વિકાસ કરવા મંજૂરી
  • ઐતિહાસિક મહત્વ ધરાવતી રાજ્યની જૂની શાળાઓ માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવનીકરણ કરવા માટે ૨૫ કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે phd degree માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે યોજના અંતર્ગત ૨૦ કરોડની જોગવાઈ. વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે ૨૦ કરોડની જોગવાઈ. શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ સુવિધા પૂરી પાડવા માટે ૨૦ કરોડની જોગવાઈ. સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા હેતુથી 37 સંસ્કૃત પાઠ શાળાઓમાં મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ૧૦ કરોડની જોગવાઈ
  • ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ લાવવા રૂ 100 કરોડની જોગવાઈ કરાઈ. 
  • રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા ૭૦૦ કરોડની જોગવાઈ. રાજ્યની ૧૫ થી ૧૮ વર્ષની 11 લાખ 76 હજાર કિશોરી માટે પૂર્ણા યોજના અંતર્ગત 220 કરોડની જોગવાઈ
  • વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માં મેટ્રો લાઈટ- મેટ્રો નિઓ જેવી નવી મેટ્રો સેવા માટે સરકારનું આયોજન. અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ
  • 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખ નવા આવાસો બનાવાશે. આવાસો માટે રૂ 1250 કરોડની જોગવાઈ: મનરેગા માટે રૂ 564 કરોડની જોગવાઈ. શહેરી વિસ્તારોમાં 55 હજાર નવા આવાસો માટે રૂ 900 કરોડની જોગવાઈ. 

No description available.

  • રાજ્યની 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા માટે પાંચ વર્ષ માટે 1207 કરોડની જોગવાઈ. ધોરણ એક થી આઠ ના આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન યોજના માટે 1044 કરોડની જોગવાઈ. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 567 કરોડની જોગવાઈ કરાઈ. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત શિક્ષણના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રદૂષણથી થતા હોસ્ટેલ અને ભોજનકક્ષમાં શિષ્યવૃત્તિ સહાય પેટે 287 કરોડની જોગવાઈ. ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસટી બસ પાસ માટે 205 કરોડની જોગવાઈ, કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ તા વિદ્યાર્થી ઓને ટેબ્લેટ આપવા માટે ૨૦૦ કરોડની જોગવાઈ. ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓના ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે એ હેતુ માટે માળખાગત સુવિધા ઉભી કરવા યોજના માટે ૮૦ કરોડની જોગવાઈ. જે વિદ્યાર્થીઓના ઘરનું અંતર શાળાથી એક કિલોમીટર કરતાં વધારે હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા માટે 60 કરોડની જોગવાઈ
  • 108માં નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરવા 30 કરોડની જોગવાઈ. રાજ્યકક્ષાએ રસીકરણ સેલ ઉભો કરાશે. ગુજરાતના 9 જિલ્લામાં વેક્સીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોડની જોગવાઈ. 
  • સૌની યોજનાના ત્રીજા તબક્કા માટે ૧૦૭૧ કરોડની જોગવાઈ. ત્રીજા તબક્કામાં ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્વના સ્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેશ કરાયો. શિક્ષણ વિભાગ  માટે રૂ. 32, 719 કરોડની જોગવાઈ કરાઈ. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ 11323 કરોડની જોગવાઈ. અમદાવાદની નવી સીવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તાર માટે કોઈ 1349 કરોડની જોગવાઈ. ઉકાઈ જળ સંચાલય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુંડા તાલુકામાં 27200 હેક્ટર વિસ્તારને લાભ આપવા માટે ૯૬૨ કરોડની જોગવાઈ કરાઈ. આ યોજના અંતર્ગત સોનગઢ ઉચ્છલ નિઝર પાઇપલાઇન નું આયોજન કરાશે. સુરત જિલ્લામાં 590 કરોડના ખર્ચે કાકરાપાર ગોરઘા પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકામાં સિંચાઇનો લાભ અપાશે.

No description available.

  • સૌની યોજનાનો પહેલો તબક્કો પૂર્ણ, બીજો તબક્કો મહદઅંશે પૂર્ણ થયો છે. ત્રીજા તબક્કા માટે રૂ 1071 કરોડની જોગવાઈ કરાઈ છે. સુજલામ સુફલામ યોજન હેઠળ હવે પાઇપલાઇનથી 3 કિમી મર્યાદામાં આવતા 295 તળાવોને પાણી પહોંચાડાશે, આ માટે 10 કરોડની જોગવાઈ
  • રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક ધિરાણ ઉપર મર્યાદામાં પાક ધિરાણ પરત કરવા માટે ખેડૂતોને વધારાના વ્યાજની રાહત આપી. 0% વ્યાજની આગ ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ. કલ્પસર પ્રભાગ માટે રૂ 1501 કરોડની જોગવાઈ. 
  • ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના માટે 78 કરોડની જોગવાઈ. કૃષિ બજાર વ્યવસ્થા માટે તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના વિવિધ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના માટે 6 કરોડની જોગવાઈ
  • 26 સબ રજીસ્ટાર કચેરીઓને મોડલ કચેરી બનાવવા માટે ૮ કરોડની જોગવાઈ
  • ડાંગ જિલ્લાની સંપૂર્ણ રસાયણમુક્ત મુક્ત કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વર્ષે 10,000 તથા બીજા વર્ષે 6000 નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. આ માટે ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી
  • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ 7232 કરોડની જોગવાઈ
  • અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે. તેના માટે ૨૦ કરોડની જોગવાઈ

No description available.

  • પ્રાકૃતિક ખેતી આધારે ફળો અને શાકભાજી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકાશે. ગ્રામ્ય કક્ષાએ રોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના બકરા એકમની સ્થાપના માટે 81 કરોડની જોગવાઈ કરાઈ. 10 ગામ દીઠ એક પશુ દવાખાના માટે 43 કરોડની જોગવાઈ કરાઈ. ગૌશાળા કે પાંજરાપોળ માટે ઊંચો સુધારણા જે વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે ૨૫ કરોડની જોગવાઈ. 10000 માછીમારોને હાઈ સ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજના નો લાભ માટે 150 કરોડની જોગવાઈ
  • બજેટમાં મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ કરાઈ. 16 જિલ્લાઓમાં મહેસુલ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓ અને સ્ટાફ ક્વાર્ટર્સના મકાન બાંધકામ માટે ૩૯ કરોડની જોગવાઈ
  • ખેતીની જમીનની માપણી આધુનિક પદ્ધતિથી કરવા માટે 131 નવા ડીજીઈએસ મશીનો વસાવા ૩૩ કરોડની જોગવાઈ
  • આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બે લાખ યુવાનોની ભરતી કરાશે

 

બજેટ પહેલા કવિતા વાંચી 
બજેટના પાના નંબર 23 પરની પંક્તિ વાંચતા તેમણે કહ્યું હતું કે, ‘અડીખમ છે મક્કમ અમે પ્રજાનો છે સાથે અને ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાના અમે આત્મનિર્ભર બનાવવા ભારત નો સંકલ્પ છે સૌનો સાથ સૌનો વિકાસ સાથે આગળ વધી જવાના અમે...’ ગુજરાતની જનતાએ ચૂંટણીમાં જે સહયોગ આપ્યો હતો તે બદલ ગુજરાતની જનતાને આ પંક્તિઓ તેમણે અર્પણ કરી હતી. ઋષિમુનીઓએ જે સંસ્કાર આપ્યા છે તે સૂત્રોને સાકાર કરીને ભાજપના નેતૃત્વવાળી આ સરકાર બજેટ રજૂ કરી રહી છે. આપણો દેશ કોરોનાની લડાઈ લડી રહ્યું છે. અમારી સરકારે અવિરતપણે જે કામ કર્યું છે તે અકલ્પનીય છે. તમામની સારામાં સારી સેવા આપવા અમારી સરકારે, અમારા આરોગ્ય વિભાગ, કર્મચારીઓના સહયોગથી સારુ કામ થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news