લાલજી પાનસુરિયા/આણંદઃ કાશ્મીરમાંથી કલમ-370 દૂર થવાની સાથે જ દેશવાસીઓ કાશ્મીરમાં જમીન ખરીદવા માટે ઘણા ઉત્સુક છે. ગુજરાતના એક ઉદ્યોગપતિએ કાશ્મીરમાં જમીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતના બિલ્ડરે પીએમ મોદીને ટ્વીટ કરીને કાશ્મીરમાં જમીન ખરીદવા ઈચ્છા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વિદ્યાનગરમાં રહેતા ભાવેશભાઈ સુતરિયાએ કાશ્મીરમાં જમીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભાવેશભાઈ ગુજરાતના પ્રથમ ઉદ્યોગપતિ છે, જેમણે કાશ્મીરમાં જમીન ખરીદવાની ઈચ્છા જણાવી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારથી જ પ્લાનિંગ કરવાની શરૂઆત કરી હતી.


તેઓ વર્ષ 2016માં પરિવાર સાથે કાશ્મીર ફરવા ગાય હતા અને અહીંના લોકોનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ તેનો અભ્યાસ કર્યો હતો. સંસદમાં કલમ-370 દૂર થવાની સાથે જ ભાવેશભાઈએ પોતાના નિર્ણય મુજબ વડાપ્રધાન મોદી અને પ્રવાસન મંત્રીને ઈમેલ લખીને કાશ્મીરના વિકાસ અંગે પોતાની ઈચ્છા જણાવી છે. સાથે જ ગુજરાતની જેમ જ કાશ્મીરમાં કોઈ એક ગામને દત્તક લઈને તેનો વિકાસ કરવાના પોતાના નેક ઈરાદાનો પણ ઉલ્લેખ કર્યો છે. હવે, આ બાબતે સરકારનો શો પ્રત્યુત્તર આવે છે એ જોવાનું રહેશે. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....