અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે. કોંગ્રેસ પોતાની તમામ મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠકો પર જીતનો પરચમ લહેરાવ્યો છે.  તમામ બેઠકો પર ભાજપનો ભગવો ભવ્ય રીતે લહેરાયો છે. ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મુખ્યમંત્રીએ 2022નું આ માત્ર ટ્રેલર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 2022ની ચૂંટણીમાં તમે આ જ ચિત્ર વધારે સીટો પર જોઇ શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા સેન્ટ્રલ જેલની વધુ એક નવી પહેલ, શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતીનો કર્યો પ્રારંભ

આ અંગે કોંગ્રેસના પક્ષ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, અમને લાગતું હતું કે, પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે પણ અમે પ્રજાનો જનાદેશ સ્વીકારીએ છીએ. રાજ્યસભાની એક બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા અને કોરોનાના કપરા કાળમાં ગુજરાતી નાગરિકો પર પેટા ચૂંટણી થોપી દીધી હતી. જે લોકોએ સત્તાનાં જોરે પૈસાના જોરે આ ચૂંટણીઓમાં ઝંપલાવ્યું તેમને પ્રજા હરાવશે તેવું અમારુ અનુમાન હતું.


ભવ્ય વિજય બાદ વિજય રૂપાણીએ કહ્યું, ‘2022ની ચૂંટણીનું આ ટ્રેલર છે’

અમને એવું હતું કે, પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે પરંતુ લોકશાહીમાં પ્રજાનો જનાદેશ અમે સ્વિકારીએ છીએ. અમે અમારી હારનાં કારણો અંગે મનોમંથન કરીશું. અમે ફરી એકવાર પ્રજાની વચ્ચે પ્રજાના જ પ્રશ્નો ઉઠાવીશું. આ વિષમ સ્થિતીમાં પણ ભાજપ સામે લડ્યા તે બદલ કોંગ્રેસનાં તમામ સંનિષ્ઠ કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ. આપણે વધારે તૈયારીઓ અને સજ્જતા સાથે આગામી ચૂંટણીમાં જ્વલંત પ્રદર્શન કરીશું તેવી આશા રાખીએ છીએ.


ડાંગમાં ભાજપનો ડંકો વાગ્યો, 25મા રાઉન્ડમાં ભાજપના વિજય પટેલ 42,567 મતોથી આગળ


પરેશ ધાનાણીએ ભ્રષ્ટાચારના નામે હાથ ઉંચા કરી લીધા
ધાનાણીએ ચૂંટણીના પરિણામો બાદ ભ્રષ્ટાચારના નામે હાથ ઉંચા કરી લીધા હતા. તેમણે પરાજય માટે ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે ટ્વીટ કરીને એક કવિતા ટ્વીટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, પેટા ચૂંટણીના પરિણામ


પરિણામ ઈ અમારી 'ઊણપો'નો અરિસો,
"જનાદેશ"નો નત મસ્તકે સ્વીકાર કરુ છુ,


મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી
કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય,


ભાજપના "ભાઈ" અને "ભાઉ" સહિત
વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન,


આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા
કોંગ્રેસી કાર્યકરોને સલામ..!



મરતા દમ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ
હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને મેસેજ આપતું ટ્વીટ હિંદીમાં કર્યું હતું. હાર જીતના કારણોથી જેને પોતાની વિચારધારા ન હોય અને રાજનીતિમાં વેપાર કરવા માટે આવ્યા હોય તેવા લોગો બદલાય છે. હું ચોક્કસ વિચારધારા સાથે કોંગ્રેસમાં જોડાયો છું. જીવીશ ત્યાં સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ. લડીશ-જીતીશ, મરતા દમ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ.