ઝી મીડિયા/બ્યૂરો :નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ કેવુ હશે તે હવે સામે આવી ગયુ છે. 27 જેટલા મંત્રીઓ આજે શપથ લેશે, જેમાં 80 ટકા મંત્રીઓના નામ સામે આવી ગયા છે. નવી કેબિનેટના જે નામ સામે આવ્યા છે, તેના પરથી કહી શકાય કે, ઝોન-જ્ઞાતિ પરિબળનું સંતુલન રાખતું નવોદિત મંત્રીમંડળ છે. નવા મંત્રી મંડળમાં ગુજરાતના લગભગ દરેક ઝોનને આવરી લેવામા આવ્યા છે. સાથે જ આ નામોની પસંદગીમાં જ્ઞાતિઓના સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝોન મુજબ વિશ્લેષણ કરીએ તો સૌરાષ્ટ્રના 7 , કચ્છના 1, ઉત્તર ગુજરાતના 3, અમદાવાદ-ગાંધીનગરના 2 (મુખ્યમંત્રી સહિત ગણીએ તો 3), મધ્ય ગુજરાતના 4 અને દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. ‘નો રિપીટ’ થિયરીને વળગીને ભાજપે નવુ મંત્રીમંડળ બનાવ્યું છે. જેમાં યુવા અને અનુભવી બંને ચહેરાઓ જોવા મળી રહ્યાં છે. 


આ પણ વાંચો : પાટીલના ‘ફેવરિટ’ નેતાઓને મળ્યું મંત્રી પદ, દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ


દક્ષિણ ગુજરાતમાંથી કેટલા મંત્રીઓને સ્થાન?


  • હર્ષ સંઘવી, મજુરા

  • નરેશ પટેલ, ગણદેવી

  • વીનુ મોરડિયા, કતારગામ

  • મુકેશ પટેલ, ઓલપાડ

  • જીતુ ચૌધરી, કપરાડા

  • કનુભાઇ દેસાઈ, પારડી


સૌરાષ્ટ્રમાંથી કેટલા મંત્રીઓને સ્થાન?


  • અરવિંદ રૈયાણી, રાજકોટ

  • કિરીટસિંહ રાણા, લીંબડી

  • બ્રિજેશ મેરજા, મોરબી

  • આર. સી. મકવાણા, મહુવા

  • રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય

  • દેવા માલમ, કેશોદ

  • જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ


મધ્ય ગુજરાતમાંથી કેટલા મંત્રીઓને સ્થાન?


  • મનીષા વકીલ, વડોદરા

  • નિમિષાબેન સુથાર, મોરવા હડફ

  • અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ

  • રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા

  • કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર


ઉત્તર ગુજરાતમાંથી કેટલા મંત્રીઓને સ્થાન?


  • ઋષિકેશ પટેલ, વીસનગર

  • ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ

  • કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ


અમદાવાદમાંથી કેટલા મંત્રીઓને સ્થાન?


  • ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)

  • જગદીશ પંચાલ, નિકોલ

  • પ્રદીપ પરમાર, અસારવા