GUJCET 2024: ગુજરાત CET કાઉન્સિલ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, અહીં ચેક કરો નવું શિડ્યૂલ
GUJCET 2024: ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (GUJCET) 2024 પરીક્ષાની અંતિમ તારીખ ઉમેદવારોને બોર્ડને સત્તાવાર વેબસાઇટના માધ્યમથી સૂચિત કરવામાં આવશે. આ પરીક્ષા માટે અરજી કરનારાઓ માટે ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ્સ અને સૂચનાઓ માટે સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org ચેક કરતા રહેવું જોઇએ.
Gujarat CET Exam Date 2024: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડ (GSEB) એ ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (GUJCET) 2024 ના રજિસ્ટ્રેશનની સમય સીમા વધારી દીધી છે. વિદ્યાર્થીઓ હવે 28 મે સુધી અરજી કરી શકે છે. પહેલાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 મે હતી. જે હવે આગળ વધારીને 28 મે કરી દીધી છે. સાથે જ ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પર અરજી કરી શકે છે.
ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (GUJCET) 2024 માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડે રજિસ્ટ્રેશન માટે વધુ એક તક આપી છે. જે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી અરજી કરી નથી. તે GUJCET ની સત્તાવાર વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. તમને જણાવી દઇએ કે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 15 મે હતી, જે હવે 28 મે સુધી વધારવામાં આવી છે. બોર્ડ તરફથી અત્યારે પરીક્ષાના આયોજનની તારીખ જાહેર કરવામાં આવી નથી.
GUJCET 2024 માટે અરજી કેવી રીતે કરશો
1- GSEB ની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org ની મુલાકાત લો.
2- હોમ પેજ પર GUJCET 2024 માટે રજિસ્ટ્રેશ લિંક પર ક્લિક કરો.
3- હવે રજિસ્ટ્રેશન કરો.
4- જરૂરી માહિતી એન્ટર કરો.
5- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
6- ફી ચૂકવો અને સબમિટ કરો.
7- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
કેટલી છે અરજી ફી?
ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (GUJCET) 2024 પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોને 350 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે. આ ફીની ચૂકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવ નેટ બેકિંગનો ઉપયોગ કરીને ઓનલાઇન મોડમાં કરી શકાય છે. આ ફીની ચૂકવણી SBI શાખા ચૂકવણી માટે SBIePay વિકલ્પનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (GUJCET) 2024 પરીક્ષાની અંતિમ તારીખ ઉમેદવારોને બોર્ડની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી સૂચિત કરવામાં આવશે. આ પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ્સ અને સૂચનાઓ માટે સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org ચેક કરતા રહેવું જોઇએ.