દ્વારકા : પ્રખ્યાત રામકથાકાર અને સંત તેવા મોરારી બાપુ દ્વારા કૃષ્ણ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ ભારે વિવાદ થયો હતો. આહિર, ભરવાડ અને રબારી સમાજ સહિત સમગ્ર હિંદુ સમાજનાં આરાધ્ય તેવા દેવ વિશે ટિપ્પણી કરવાને કારણે થયેલા વિવાદનું શમન કરવા માટે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં જંગલરાજ? રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ફાયરિંગની ઘટના 6 લોકો ઇજાગ્રસ્ત

જો કે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ ગુજરાત માટે ખુબ જ શરમજનક ઘટના છે. મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા આ ઘટનાને વખોડી નાખી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે, ભારતનાં પ્રખ અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખથ શબ્દોમાં વખોડુ છું. આજે મોરારી બાપુએ ભગવાન દ્વારકા ધીશનાં દર્શને આવીને કાળીયા ઠાકરની સામે સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના પર આ પ્રકારનો હૂમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.


ગુજરાત: ભાવનગર-વડોદરામાં રથયાત્રાનું આયોજન મોકુફ રખાયું,સુપ્રીમના ચુકાદા બાદ નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુ પર હૂમલાનો પ્રયાસ કરનાર પબુભાઇ ત્યાર બાદ ફેરવી તોળ્યું હતું. તેમણે કહ્યું કે, હું હુમલો કરવા માટે ગયો જ નહોતો. બીજી તરફ પુનમ માડમે પણ લોકોને  આ મુદ્દે વધારે વિવાદ નહી કરવા માટે અપીલ કરી હતી. હાલ તો આ મુદ્દે સમગ્ર વિવાદ બાજુમાં રહ્યો અને રાજકારણ શરૂ થઇ ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube