ગુજરાતમાં જંગલરાજ? રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ફાયરિંગની ઘટના 6 લોકો ઇજાગ્રસ્ત
Trending Photos
રાજકોટ : શહેરનાં મનહરપરામાં મોલીક કુરેશી નામના વ્યક્તિ પર મોડી રાત્ર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ઇમ્તિયાઝ સાઉમાં અને તેના સાગરીતો સહિત 8 શખ્સો દ્વારા ધાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો. ત્યાર બાદ હવામાં ફાયરિંગ કરીને તેઓ નાસી છુટ્યા હતા. જે અંગે જાણ થતા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. આ મુદ્દે 2 ભરેલા અને 4 ખાલી કાર્ટીસ પણ પોલીસે કબ્જે લીધા છે. આ શખ્સો દ્વારા 8 વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા સીસીટીવીનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ફાયરિંગ જૂની અદાવતમાં થયું હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામે અજાણ્યા શખ્સો દ્વારા પિતા પુત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જમીનની માથાકુટમાં ફાયરિંગ થયું હોવાનું હાલ તો પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
જૂનાગઢનાં વંથલી તાલુકાના ઝાપોદર ગામે ફાયરિંગની ઘટના બની હતી. ઝાપોદરમાં સ્ટોન ક્રશરની ઓફીસ પર ફાયરિંગની ઘટના બની હતી. 15 લાખની ખંડણી આપવા મુદ્દે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ફાયરિંગમાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ કરીને નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે